ત્રંબા ગામની સીમમાં વાડીએ ચાલતા જુગારધામ પર દરોડો: આઠ ઝડપાયા

  • January 10, 2023 07:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રંબા ગામ પાસે આવેલી વાડીએ ચાલી રહેલા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી અહીં જુગાર રમતા વાડીમાલિક સહિત આઠ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે રોકડ,મોબાઇલ,કાર સહિત કુલ રૂ.૩.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જયારે અન્ય એક દરોડામાં કેકેવી હોલ પાછળ આવેલી ઓફિસમાં દરોડો પાડી અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ.૮૦,૩૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી.સી.સાકરીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે,ત્રંબા ગામ પાસે રમેશ ગોરધનભાઇ ટીંબડીયાની વાડીએ જુગારધામ ચાલી રહ્યૂં છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અહીં વાડીમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં દિપક રણછોડભાઇ કેરાળીયા,રમેશ ગોરધનભાઇ ટીંબડીયા,જયંત મોહનભાઇ મકવાણા,ગુણવંત માવજીભાઇ રાણપરા,દિલીપ રજનીકાંત પારેખ,રાજેશ કિશોરભાઇ વાગડીયા,અનીલ પ્રભુભાઇ આડેસરા,અતુલ નટવરલાલ બગડાઇનો સામવેશ થાય છે.પોલીસે દરોડા દરમિયાન અહીંથી રોકડ રૂ.૪૧,૫૦૦ આઠ મોબાઇલ,મારૂચી ડીઝાયર કાર સહિત કુલ રૂ.૩.૪૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસની તપાસમાં વાડીમાલીક રમેશ ટીંબડીયની વાડીમાં દિપક કેરળીયા જુગાર રમાડતો હોવાનું માલુમ પડયું છે.
​​​​​​​
જયારે જુગારના અન્ય એક દરોડામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એન.ડી.ડામોર તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન એએસઆઇ સી.એમ.ચાવડા,કોન્સ. અશોકભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે કે.કે.વી હોલ પાછળ આવેલી શીવ આર્કેડ બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં ગંભીરસિંહ આહાભાઇ ચુડાસમા(રહે.ન્યુ કોલેજવાડી શેરી નં.૧ કાલાવડ રોડ),પુનરાજ દેવજીભાઇ પીંગુલ(રહે. સિલ્વર સાઇન સોસાયટી શેરી નં.૧૦ નાનામૌવા રોડ) ,અશ્ર્વીન રામજીભાઇ હડીયા(રહે.અમી કો.ઓપ.સોસાયટી યુનિ.રોડ),વાલજી મૂળજીભાઇ ચાવડા(રહે.પંચશીલ સોસાયટી શેરી નં.૩ ગોંડલ રોડ),શૈલેષ નારણભાઇ મણવર(રહે.રાણીટાવર કાલાવડ રોડ) અને કિશોર વલ્લભભાઇ કાથરોટીયા(રહે.પ્રધ્યુમન ગ્રીન સિટી કાલાવડ રોડ) નો સમાવેશ થાય છે.પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ.૮૦,૩૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પકડાયેલા શખસો પૈકી શૈલેષ સામે અગાઉ તાલુકા પોલીસ મથકમાં જુગારનો ગુનો નોંધાઇ ચૂકયો હોવાનું માલુમ પડયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application