આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા તેમણે રોડ શો કર્યો હતો જેમાં કોંગ્રેસ મહાસચિવ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર હતા.
રોડ શો દરમિયાન, યુડીએફના સેંકડો કાર્યકરો રોડ શો માટે કતારમાં ઊભા હતા અને વિવિધ વય જૂથોના લોકો રાહુલનું સ્વાગત કરવા માટે કોંગ્રેસ સાંસદના ફોટા સાથે પક્ષના ઝંડા, પ્લેકાર્ડ્સ અને ફુગ્ગાઓ લઈને રસ્તાની બાજુએ ભેગા થયા હતા. રાહુલ વાયનાડ લોકસભા સીટ પરથી બીજેપીના રાજ્ય એકમ અધ્યક્ષ કે. સુરેન્દ્રન અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના નેતા એની રાજા સામે ચૂંટણી લડશે.
તેઓ 2019માં આ જ બેઠક પરથી ચાર લાખથી વધુ મતોના જંગી અંતરથી જીત્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 10,92,197 મતોમાંથી 7,06,367 મત મેળવીને જીત મેળવી હતી, જ્યારે તેમના નજીકના હરીફ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના પીપી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યા હતા. કેરળમાં આ વર્ષે લોકસભા ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલના રોજ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech