રાજકોટ એરપોર્ટ પર લાગશે "રડાર": એક સાથે 10 ફ્લાઈટ કંટ્રોલ થઈ શકશે

  • August 11, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધી ગુજરાતમાં માત્ર અમદાવાદ અને પોરબંદર એરપોર્ટ પર રડાર ની સુવિધા, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 કરોડના ખર્ચે રડાર લગાવાશે: આગામી સપ્તાહમાં દિલ્હીથી ટેકનિકલ ટીમ આવી પહોંચશે, રડાર પ્રક્રિયા માટે સિવિલ અને ઈલેક્ટ્રીક કામ શરૂ


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાયમી ધોરણે શરૂ થવાના આજે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એરપોર્ટ પર બાકીની જે કામગીરી છે તે પૂર્ણ કરવા માટે ઓથોરિટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રૂપિયા દસ કરોડના ખર્ચે રડાર નાખવામાં આવશે. અત્યાર સુધી કોમ્પ્યુટર સોફ્ટવેર પર સંચાલિત સિસ્ટમના આધારે નેવિગેશન સિસ્ટમ કાર્યરત હતી. ગુજરાતમાં અમદાવાદ, પોરબંદર અને ભુજ એમ ત્રણ શહેરોમાં આવેલા એરપોર્ટ પર રડાર ની સુવિધા છે.

જ્યારે હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હોવાના લીધે ડીજીસીએના નિયમોને અનુસાર એટીસી ટાવર પર રડાર ફરજિયાત હોવાના કારણે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાના તાત્કાલિક પ્રયાસોના લીધે આગામી સપ્તાહમાં નવા એરપોર્ટ પર રડાર ની પ્રક્રિયા માટે ટીમ આવી રહી છે. આઠથી દસ દિવસ સુધી આ રડાર ફીટ કરવાની કામગીરી ચાલે છે તે પૂર્વે એરપોર્ટ પર હાલના તબક્કે રડાર ઇન્સ્ટોલેશન પૂર્વે સિવિલ અને ઈલેક્ટ્રીક કામ શરૂ થઈ ગયું છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરા એ જણાવ્યું હતું કે, કોઈપણ ગ્રીનફીલ્ડ એરપોર્ટ હોય ત્યાં નિયમો અનુસાર ફરજિયાત એટીસી રડાર ની આવશ્યકતા હોય છે. આગામી સપ્તાહે દિલ્હીથી એક ટીમ રડાર કામગીરી હાથ ધરશે. ઓથોરિટી દ્વારા 10.6 કરોડના ખર્ચે આધુનિક રડાર મંગાવવામાં આવ્યું હતું.


રડારના લીધે હવે એકસાથે દસ એરક્રાફ્ટ કંટ્રોલ કરી શકાશે: એરપોર્ટ ડાયરેક્ટર બોરા

એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને ભુજ એમ બે શહેરોમાં રડાર કાર્યરત છે. પોરબંદરનું રડાર મુંબઈ એટીસી સાથે કનેક્ટેડ છે. હાલનું આપણો એરપોર્ટ નાનું હોવાના લીધે અને આધુનિક સોફ્ટવેર ના કારણે અત્યાર સુધી રડારની જરૂરત પડી ન હતી. એટીસી અને પાયલોટ વચ્ચે સંકલન નું કામ રડાર દ્વારા થાય છે. જ્યારે કોઈપણ ફ્લાઇટ લેન્ડિંગ કે ટેકઓફ કરાવવાની હોય એ સમયે નેવિગેશન પ્રક્રિયા માટે એટીસી માંથી સતત ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે જેના લીધે અન્ય ફ્લાઈટ સાથે કનેક્શનમાં વધુ સમય લાગે જતો હોય છે પરંતુ હવે રડાર નાખવાથી એક જ સમયે એક સાથે દસ એર ક્રાફ્ટને કંટ્રોલ કરવામાં સરળતા રહેશે.


25,000 ફૂટની ઊંચાઈથી નીચે એરપોર્ટના 60 માઈલની ત્રિજ્યામાં ટ્રાફિકને નિયંત્રિત કરે છે.


શુ છે રડાર..? જેનો ઉપયોગ એરપોર્ટ પર ટર્મિનલ વિસ્તારમાં એરક્રાફ્ટની હાજરી અને સ્થિતિ , એરપોર્ટની આસપાસના એરસ્પેસને શોધવા અને પ્રદર્શિત કરવા માટે થાય છે. એરપોર્ટની આસપાસના એરસ્પેસ માટે તે મુખ્ય એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ છે. મોટા એરપોર્ટ પર તે સામાન્ય રીતે 25,000 ફૂટની ઊંચાઈથી નીચે એરપોર્ટના 60 માઈલ (96 કિમી)ની ત્રિજ્યામાં ટ્રાફિકને નિયંત્રિત કરે છે. મોટા એરપોર્ટ પરની અત્યાધુનિક સિસ્ટમમાં બે અલગ-અલગ રડાર સિસ્ટમનો સમાવેશ થાય છે, પ્રાથમિક અને ગૌણ સર્વેલન્સ રડાર. પ્રાથમિક રડારમાં સામાન્ય રીતે મોટા ફરતા પેરાબોલિક એન્ટેનાનો સમાવેશ થાય છે. સેકન્ડરી સર્વેલન્સ રડારમાં બીજા ફરતા એન્ટેનાનો સમાવેશ થાય છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application