છાયામાં કોળી સમાજના ઉત્કર્ષ સાથે સર્વાંગીણ વિકાસ માટે ચર્ચાઓ થઇ હતી.
પોરબંદર સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના છાયાપ્લોટ ખાતે સ્વામિનારાયણ ગુકુળ સામે આવેલી નવનિર્મિત શ્રી ઘેડીયા કોળી સમાજની વંડી ખાતે ધારાસભ્યોનું આગમન થતા સમાજ ઉત્કર્ષ અંગેની બેઠક મળી હતી. પોરબંદર ઘેડીયા કોળી જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટના સેવાકર્મી પ્રમુખ દેવાયતભાઇ ઠેબાભાઇ વઢિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી.
પ્રારંભમાં ન્યૂ ઘેડીયા કોળી સમાજ વંડીના ઉપપ્રમુખ લાખાભાઇ મોકરીયા તથા મંત્રી વિરમભાઇ મોકરીયાએ મહાનુભાવોને આવકાર્યા હતા. આ બેઠકમાં પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ તથા ઘેડ પંથકના યુવા પ્રમુખ રામભાઇ બગીયા, નિવૃત્ત પી.આઇ. વર્ગ-૨ના અધિકારી રામભાઇ વાજા, પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન અને કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડા, છાયાપ્લોટ કોળી યુવા સમાજના પ્રમુખ અરજનભાઇ આંત્રોલિયા, રાવલ કોળી સમાજના અગ્રણી રામદેવભાઇ કાગડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્યુ ઘેડિયા કોળી સમાજ વાડીના પ્રમુખ દેવાયતભાઇ વાઢીયાએ આ વંડીમાં ચાલતા વિદ્યાર્થીઓલક્ષી કારકિર્દી માર્ગદર્શન સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો પ્રતિભાવંત વિદ્યાર્થીઓના સન્માન તેમજ કોળી સમાજની ગઇકાલ આજ અને આવતીકાલની સમાજ ઉત્કર્ષની વિકાસગાથા પ્રસ્તુત કરી હતી. આ બેઠકને સંબોધન કરતા ઉના વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઇ વંશે જણાવ્યુ હતુ કે. હવે યુવાનોને આદર્શ આપો, ટીકા નહીં, ગુજરાતના દરિયાઇપટ્ટી પર વસતા કોળી સમાજમાં વ્યસનોનું પ્રમાણ ખૂબ છે. ત્યારે આપણી યુવા પેઢીમાં વ્યસનોને કારણે અકાળે મૃત્યુ પામતા વિધવા યુવતીઓ મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે શિક્ષિત યુવાનો આ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા આહવાન કરી પેટા જ્ઞાતિમાં વહેંચાયેલ કોળીસમાજને સંગઠિત કરી શિક્ષણક્ષેત્રે આગળ લાવી સમૃધ્ધ સમાજનું નિર્માણ કરવા સંકલ્પબધ્ધ બનવાની શીખ આપી હતી. આ પ્રસંગે ભાવનગરના પાલીતાણાના ધારાસભ્ય પ્રવીણભાઇ રાઠોડે જણાવ્યુ હતુ કે દીકરા-દીકરીઓને પણ શિક્ષણ આપી બંને વચ્ચેનો ભેદ હજુ લોકોના દિલમાં જતો નથી આવનારી પેઢીને તેના દુષ્પરિણામો ભોગવવા ન પડે તેમાં તે દીકરી-દીકરાને સમાન શિક્ષિત-દીક્ષિત કરવા અનુરોધ કર્યો હતો. પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઇ બગીયાએ સમગ્ર ભારતમાં ૨૧ કરોડ અને રાજ્યમાં ૨૮ ટકા વસ્તી ધરાવતો કોળીસમાજ પેટા જ્ઞાતિમાં વહેચાયેલો છે. આ સમાજને એક તાંતણે બાંધી સંગઠિત કરી સમાજના ઉત્કર્ષ માટે ગુજરાતના રાજ્ય કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રાજુભાઇ વંશના નેતૃત્વમાં ૩૩ જિલ્લામાં અને જિલ્લા-તાલુકા કર્મચારી મંડળની રચના કરી છે મંડળનો મુળ ઉદ્ેશ્ય સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેાવક્ષેત્રે વિકાસ કરવા વિદ્યાર્થીઓલક્ષી કાર્યક્રમો હાથ ધરવાનો રોડમેપ તૈયાર થયો છે. આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજરત્ન અને કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ જણાવ્યું હતું કે આજે આધુનિક ટેકનોલોજીના ઝડપી વિકાસથી ચિત્ર હવે બદલાઇ ગયુ છે. તેથી હવે સંપત્તિ નહીં, જ્ઞાનની જર છે.જ્ઞાન નહી હોય તો એ વ્યક્તિ પશુ સમાન ગણાશે તેથી દુનિયા પર હવે રાજ કરવા માટે સંપત્તિ નહીં પણ જ્ઞાનની જર પડશે. આ તકે ઉનાના ધારાસભ્ય પૂજાભાઇ વંશ, પાલીતાણાના ધારાસભ્ય પ્રવીણભાઇ રાઠોડ, ઉનાના પૂર્વ તાલુકા પ્રમુખ રામભાઇ ડાભીનું ઉષ્માવસ્ત્ર સાથે પુષ્પમાલા પહેરાવી નિવૃત્ત પી.આઇ. વર્ગ -૨ના અધિકારી રામભાઇ વાજાના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. છાયાપ્લોટના કોળી યુવામંડળના પ્રમુખ અરજનભાઇ આંત્રોલિયાએ બેઠકનું સંચાલન સંભાળ્યુ હતું. જ્યારે આભારવિધિ ફોજી પ્રફુલ્લભાઇ બગીયાએ કરી હતી. આ બેઠકમાં કોળી સમાજના અગણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech