ધોની અને કપિલ દેવની મેચમાં ગેરહાજરી પર ઉઠ્યા પ્રશ્નો, એક પણ મેચ માટે નથી અપાયો ગોલ્ડન પાસ

  • November 06, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુનીલ ગાવસ્કરની વિનંતી જય શાહે અવગણી, બીસીસીઆઇ દ્વારા દિગ્ગજ પૂર્વ કેપ્ટન્સ સાથેના આ વર્તનથી ફેન્સ નારાજ



આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩નો હેંગઓવર આખા દેશ પર છે, પરંતુ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર બે પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની હજુ સુધી કોઈપણ મેચમાં ભારતીય ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચ્યા નથી. સવાલો ઉઠી રહ્યા છે કે ક્યાં છે બંને દિગ્ગજ પૂર્વ કેપ્ટન? ભારતે ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વમાં અને ૨૦૧૧માં ધોનીના નેતૃત્વમાં ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભારતમાં આટલી મોટી ટૂર્નામેન્ટ યોજાઈ રહી હોવા છતાં બંને પૂર્વ કેપ્ટન એક પણ મેચ જોવા સ્ટેડિયમ કેમ ન પહોંચ્યા? આ દિગ્ગજ પૂર્વ કેપ્ટનોની અવગણના કરવા બદલ ચાહકો પણ બીસીસીઆઇથી નારાજ છે. જોકે, બંને પૂર્વ કેપ્ટનએ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમને ટાઈટલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે.


વર્લ્ડ કપ પહેલા બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે કેટલીક મોટી હસ્તીઓને ટૂર્નામેન્ટનો ગોલ્ડન પાસ આપ્યો હતો. જેમાં પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર, અભિનેતા અમિતાભ બચ્ચન અને સાઉથ એક્ટર રજનીકાંતનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાસ મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવને આપવામાં આવ્યો ન હતો. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે બીસીસીઆઇને વિનંતી કરી હતી કે બંનેને ગોલ્ડન પાસ આપવામાં આવે.



અંતિમ સેમિ-ફાઇનલ આમંત્રણ મળવાની શક્યતા


બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલ મેચો માટે આયોજન કરી રહ્યું છે. આ અંતર્ગત ધોની અને કપિલ દેવ સિવાય ઘણા પૂર્વ ભારતીય કેપ્ટનોને મેચ જોવા માટે આમંત્રિત કરવામાં આવશે. પ્રથમ સેમિફાઇનલ ૧૫ નવેમ્બરે અને બીજી ૧૬ નવેમ્બરે રમાશે. ફાઈનલ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં યોજાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application