મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઇ, પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને મળશે આ સહાય

  • February 02, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગતરોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આજે ગુજરાત રાજ્યનું બજેટ આવી ગયું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ વિધાનસભામાં રજૂ કરી રહ્યા છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. 

     
મહિલાઓને આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં ૬૫ સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં ૧૫ નવા સેન્‍ટર શરૂ કરવામાં આવશે.   

•    ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે `૨૩૬૩ કરોડની જોગવાઇ.
•    પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે `૮૭૮ કરોડની જોગવાઇ.
•    પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે `૩૪૪ કરોડની જોગવાઈ.  
•    મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે `૩૨૨ કરોડની જોગવાઇ.
•    વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે `૨૫૨ કરોડની જોગવાઇ.
•    આંગણવાડી ૨.૦ યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે `૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે `૨૦૦ કરોડની જોગવાઇ. 
•    આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે `૧૩૨ કરોડની જોગવાઇ.
•    પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે `૧૨૯ કરોડની જોગવાઇ.
•    સુરત ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે `૧૬ કરોડની જોગવાઈ.
•    પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે `૧૪ કરોડની જોગવાઇ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News