અલગ અલગ યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળને ચુકવવાની રકમ ૧૮,૩૫૦ કરોડથી વધુ ; પીએમને રજૂઆત કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાના આક્ષેપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનથી દૂર થવાની અને એકલા ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ હવે કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. ગતરોજ (૨૬ જાન્યુઆરી) તમામ લેણાંની ચુકવણી કરવા માટે કેન્દ્રને સાત દિવસનો સમય આપતા, તેમણે કહ્યું કે જો કેન્દ્ર સરકાર આ સમય મર્યાદામાં ભંડોળ રિલીઝ નહીં કરે, તો પક્ષ મોટા પાયે વિરોધ શરૂ કરશે. અગાઉ, તેઓ ૨૦ ડિસેમ્બરે વડા પ્રધાન મોદીને મળ્યા હતા અને બાકીના ભંડોળના મુદ્દા પર ચર્ચા કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને તેમને કહ્યું કે રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ સાથે બેસીને આ મુદ્દાઓને ઉકેલ લાવવામાં આવશે.
અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળના હિસ્સા માટે મોટી રકમ બાકી છે. આંકડાઓ મુજબ કેન્દ્રએ પશ્ચિમ બંગાળને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્રએ રૂ. ૯,૩૩૦ કરોડ, મનરેગા હેઠળ રૂ. ૬,૯૦૦ કરોડ, રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ રૂ. ૮૩૦ કરોડ, પીએમ ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૭૭૦ કરોડ અને રૂ. સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ. ૩૫૦ કરોડ આપવાના બાકી છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન તેમજ અન્ય યોજનાઓ હેઠળ કથિત રીતે ૧૭૫ કરોડ રૂપિયાની ચૂકવણી કરી નથી.
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીની પીએમ સાથેની ૨૦ ડિસેમ્બરની મુલાકાત બાદ ઘણો સમય થઇ જવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના સંબંધોમાં ખૂબ જ તણાવ ચાલી રહ્યો છે. સીએમ મમતા રાજ્યમાં ભ્રષ્ટાચારના વિવિધ કેસોમાં કેન્દ્રીય એજન્સીઓ ઇડી અને સીબીઆઈના દરોડા અને ધરપકડ પર સતત પ્રહારો કરી રહી છે. રાજ્યપાલ અને બંગાળ સરકાર વચ્ચેની કડવાશ કોઈનાથી છુપાયેલી નથી. જોકે, રાજ્યપાલ ડૉ.સી.વી. આનંદ બોઝના આમંત્રણ પર ગણતંત્ર દિવસ નિમિત્તે રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં મમતાએ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech