ગર્ભવતી મહિલાનું બ્રેઈન ડેડ થતાં જૂનાગઢથી રાજકોટ સુધી ગ્રીન કોરીડોર કરી ફેફસા દિલ્હી લઈ જવાયા

  • July 26, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગર્ભવતી મહિલાને આંચકી ઉપડતા તેનું હૃદય બેસી જતા તબીબો એ સી.પી.આર આપીને હૃદયને ચાલુ કયુ પરંતુ એ સમયે મહિલાનું બ્રેઇન ડેડ થઈ જતા તેના અંગોનું દાન કરવામાં આવ્યું. બંને કિડની, લીવર આંખો ઉપરાંત ફેફસા લેવા માટે જુનાગઢ થી રાજકોટ સુધી ગ્રીન કોરિડોર કરીને રાજકોટ એરપોર્ટ પર ફેફસાં ને પહોંચાડી એર એમ્બ્યુલન્સ દ્રારા દિલ્હી મોકલવામાં આવ્યા છે.




આ અંગેની વિગતો મુજબ મૂળ ધોરાજીમાં રહેતા ક્રિષ્નાબેન જયદીપભાઇ હિરપરા નામની યુવતીને પ્રેેન્સીના પુરા મહિને ઘરે આંચકી ઉપાડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.



ડોકટર આકાશ પટોળીયા અને તેની ટીમ દ્રારા તાત્કાલિક સીપીઆર ટ્રીટમેન્ટ સાથે બધં હૃદયને ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ વિધિની વક્રતા તો જુવો કે બધં પડેલું હૃદય ફરીથી ચાલુ પણ થઈ ગયું પરંતુ બાળકનો જીવ બતાવી ન શકાયો અને ત્રણ દિવસની સારવાર બાદ માતાનું પણ બ્રેન ડેડ થઈ જતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના કાઉન્સિલિંગ સાથે પરિવાર જેનો એ યુવતીના અંગોનું દાન દેવા માટે નિર્ણય લેતા આજે જુનાગઢ થી રાજકોટ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર કરીને ફેફસાને દિલ્હીથી આવેલી એર એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવ્યા છે.





 યારે અન્ય અંગોનું દાન જુનાગઢ અને રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. યુવતીનું હૃદય પણ ધબકતું હતું પરંતુ રીસીવર ન હોવાના લીધે હૃદયનું દાન ન થઈ શકયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application