દરેડમાં વિખુટી પડેલ બાળાનું માતા-પિતા સાથે મિલન કરાવતી પોલીસ

  • January 13, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ ગામેથી માતા પિતાથી છુટી પડેલ ૪ વર્ષની બાળકીને તેના માતા-પિતા સાથે પંચકોશી બી ડીવીઝન પોલીસે મિલન કરાવી સોપી આપી હતી.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી, ગુમ થયેલ બાળકોને પરત શોધી લાવી માતા પિતા સાથે મિલન કરાવવા સુચના કરેલ જે અનુસંધાને  જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામા ગુમ થયેલ બાળકોને તાત્કાલીક શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવવા સુચના કરવામાં આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા જામ ગ્રામ્ય વિભાગના માર્ગદર્શન મુજબ પંચ-બી ડીવી. પો.સ્ટેશનના પીએસઆઇ એમ.એ.મોરીની રાહબરી હેઠ પો.સ્ટે.શન ખાતે સ્ટાફ હાજર હોય.


દરમ્યાન પંચકોશી-બી પોલીસ સ્ટેશન ખાતે રાહદારી માણસો એક ૪ વર્ષની બાળકીને પોલીસ સ્ટેશન લાગતા તે બહારની ભાષા બોલતી હોય તેમજ તે શું બોલે છે તે બાબતે જાણવા મળતું ન હોય, જેથી અત્રે પો.સ્ટેશન વિભાગના એએસઆઇ ડી.ડી. જાડેજા તથા પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સોર્સ દ્વારા છુટી પડેલ બાળકીના માતા પિતા બાબતે તપાસ કરતા બાળકીના પિતા હરિશંકર બાબુરામ રાજપુત (ઉ.વ.૨૪) રહે. સળીયા ગામ, તા. પીલીભીત, જી. નુરીયા રાજય પુ.પી., હાલ રહે દરેડ મુનાભાઇની ખોલીમાં ૯૦ ખોલીની બાજુમાં તથા તેની પત્ની ગાયત્રીદેવી હરિશંકર રાજપુત રહે દરેડ ૯૦ ખોલી પાસેથી મળી આવેલ હોય જેઓને તેનાથી છુટી પડેલ બાળકી દિવ્યાન્સી (ઉ.વ.૪) વાળીનું તેના માતા પિતા સાથે મિલન કરાવ્યુ હતું. 


આ કાર્યવાહી પીએસઆઇ મોરી , એએસઆઇ જાડેજા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ, ખીમાભાઇ જોગલ તથા વુમન પો.કોન્સ. જનકબેન ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application