વાવડીના અબજોના ગુમ રેકર્ડમાં આરએમસી તથા કલેકટર કચેરીના સ્ટાફની પોલીસ પૂછતાછ

  • March 19, 2023 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વાવડી સર્વેની અબજોની જમીનો, મિલકતોના દસ્તાવેજો ગુમ થાય કે ચોરાયાના મામલે તાલુકા પોલીસે તપાસ આરંભી છે. રાજકોટ મહાપાલિકાના તેમજ કલેકટર કચેરીના જવાબદાર કર્મચારીઓના સ્ટેટમેન્ટ લેવાયા પૂછતાછ કરાઈ રહી છે. જયારે જે ડેલામાંથી કેટલુંક રેકર્ડ સાહિત્ય મળ્યું તે ડેલાધારક હજી પોલીસ સુધી પહોંચ્યો નથી. ડેલાના તેમજ ત્યાંના નજીકના સીસીટીવી પોલીસ ચકાસી રહી છે.
વાવડીના વોર્ડ ઓફિસમાં રહેતું રેવન્યુ રેકર્ડ ગુમ થયા અંગેની ગત ગુરૂવારે કલેકટર કચેરીના ઈ–ધરાના મામલતદાર મહેતા દ્રારા તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી ગુમ નોંધની ફરિયાદના આધારે પોલીસ તપાસ આરંભી છે. ગુરૂવારે જ વોર્ડ ઓફિસ પાછળના ભાગેથી કેટલાંક દસ્તાવેજોના છૂટા કાગળો કે આવી વસ્તુઓ નદીના પટ્ટમાંથી મળીહતી. જયારે એકાદ કિલોમીટર દૂર ગોંડલ હાઈ–વે તરફશ્રા ભંગારના ડેલામાંથી મહાપાલિકાના ટેકસ વિભાગના ચોપડાઓ રેકર્ડના પોટલા મળી આવ્યા હતા.
તપાસનીસ પીએસઆઈ પી.પી.ચાવડાના કહેવા મુજબ મહાપાલિકાના ટેકસ વિભાગના અધિકારી, કર્મચારીઓની રેકર્ડ બાબતે પૂછતાછ સાથે નિવેદન લેવાયા છે. તેમના કથન મુજબ રેકર્ડ ગુમ થયાનું અને મળેલું રેકર્ડ મહાપાલિકા વાવડી વિસ્તરમાં આવતા મિલકતોના ટેકસનું જયો કલેકટર તંત્રના કર્મચારીઓ, ગુમની ફરિયાદ નોંધાવનાર મામલતદાર સહિતના પણ નિવેદનો લેવાયા છે.
જે ડેલામાંથી ટેકસ વિભાગના રેકર્ડ પોટલા મળ્યા ત્યાં ડેલા માલિક હાજર ન મળ્યાનું અને બહાર ગામથી આજે સાંજે આવ્યા બાદ તેની પૂછતાછ કરાશે. ભંગારના ડેલા પરના સીસીટીવી એ ઉપરાંત વોર્ડ ઓફિસથી ડેલા તરફ જતાં માર્ગના સીસીટીવી ચેક કરવા પોલીસ દ્રારા કવાયત કરાઈ છે. અત્યાર સુધીમાં પોલીસને સ્પષ્ટ્ર કો, કડી નહીં મળ્યાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application