જયા પાર્વતીના જાગરણને લઈને આખી રાત પોલીસની ચેકીંગ : રોમિયોગીરી કરતા ઇસમો સામે લાલ આંખ

  • July 06, 2023 11:27 AM 

જયાપાર્વતી જાગરણને લઈને રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. ગઈકાલે રાતથી સવાર સુધી શહેરના અનેક વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમ તેના જ રખાઈ હતી અને રોમિયોગીરી કરતા ઈસમો સામે લાલ આંખ કરાઈ હતી.




જયાપાર્વતીના વ્રત નિમિત્તે ગઈકાલે રાત્રે જાગરણ હતું. જાગરણને લઈને યુવતીઓ રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં બહાર ફરવા જતી હોય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ હતી. સાથે જ રોમિયોગીરી કરતા ઇસમો સામે પણ પોલીસે લાલ આંખ કરી હતી. બિનજરૂરી બહાર આંટા મારતા રોમિયોને પોલીસે પકડ્યા હતા. જાગરણને લઈને ક્રાઈમ બ્રાન્ચ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ તેના રાખવામાં આવ્યા હતા. સાથે જ ખુદ પોલીસ કમિશનર પણ શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. તેમજ શહેરના વિવિધ પોઇન્ટ પર વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application