અમેરિકા પર માઠી બેઠી છે. 24 કલાકમાં ચાર મોટા હુમલા બાદ હવે કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, કેલિફોર્નિયામાં એક સિંગલ-એન્જિન પ્લેન એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 2 લોકોના મોત થયા હતા. જેમાં 18 ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાં કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ છે અને કેટલાકને ગંભીર ઈજા થઈ છે. 10 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને 8ને ઘટનાસ્થળે સારવાર આપીને રજા આપવામાં આવી હતી.
?BREAKING: A plane has crashed into a warehouse near Fullerton Airport in California. Casualties reported, and the fire department is on a 4-alarm response.
— Benny Johnson (@bennyjohnson) January 2, 2025
pic.twitter.com/KKAc2KfWEJ
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેનની ઓળખ સિંગલ એન્જિન વેન આરવી-10 તરીકે કરી હતી. ઓરેન્જ કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા યુ.એસ.ના પ્રતિનિધિ લૂ કોરેઆએ ટ્વિટર પર શેર કર્યું હતું કે વિમાન ફર્નિચર મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. ડિઝનીલેન્ડથી લગભગ 6 માઈલ દૂર આવેલા ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે આ અકસ્માત થયો હતો.
ટેક ઓફ થયાના એક મિનિટ પછી ક્રેશ થયું
ફુલર્ટન પોલીસના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે 2:09 વાગ્યે (સ્થાનિક સમય) પોલીસને ફુલર્ટન, ઓરેન્જ કાઉન્ટીમાં અકસ્માત અંગે ચેતવણી આપવામાં આવી હતી. આ પછી ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. આગને કારણે એક વેરહાઉસને નુકસાન થયું છે, જેમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક રાખવામાં આવ્યો હતો.
ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ચાર સીટવાળું, સિંગલ-એન્જિન પ્લેન ટેકઓફ કર્યાના એક મિનિટ પછી ક્રેશ થયું હતું. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનનો કાટમાળ છત પર સળગતો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech