પિંક સિટી જયપુર ભૂકંપથી ધ્રૂજ્યું ૧૬ મિનિટમાં ત્રણ આંચકા આવ્યા

  • July 21, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના બે રાયોમાં ભૂકંપના ઝટકા: મણિપુરમાં પણ આવ્યા આંચકા




જયપુરમાં ૧૬ મિનિટમાં જ એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૪ હતી. સૌથી પહેલા સવારે ૪.૯ વાગ્યે પહેલો ભૂકપં આવ્યો હતો. વહેલી સવારે આવેલા આંચકાથી લોકો ઐંઘ માંથી સફાળા જાગીને ઘર ની બહાર દોડી ગયા હતા. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી રાજસ્થાનની ધરતી ધ્રૂજી ઉઠી હતી.  જયપુરમાં ૧૬ મિનિટમાં જ એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૪ હતી. સૌથી પહેલા સવારે ૪.૯ વાગ્યે પહેલો ભૂકપં આવ્યો હતો. બીજો આંચકો ૪.૨૩ કલાકે આવ્યો હતો યારે ત્રીજો આંચકો બે મિનિટ પછી એટલે કે ૪.૨૫ કલાકે આવ્યો હતો. ભારતના બે રાયોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, મણિપુરમાં પણ રાત્રે ભૂકપં આવ્યો હતો.



૪.૨૩ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૧ હતી યારે ૪.૨૫ પર આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૪ હતી. ભૂકપં આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકો પાર્કમાં જઈને બેઠા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ જાન–માલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી છે. આટલું જ નહીં જયપુરમાં ૧૫ જ મિનિટના અંતરમાં બીજી બે વખત ધરા ધ્રુજી હતી. સવારના ૪.૨૩ મિનિટે તથા ૪.૨૫ વાગ્યે પણ આંચકા આવ્યા.



લોકો અડધી ઐંઘમાંથી ભાગ્યા
માત્ર ૧૬ જ મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા આવવાના કારણે લોકો ઘણા લાંબા સમય સુધી ઘરોની બહાર જ ઊભા રહ્યા હતા. જોકે સદનસીબે પોલીસે આપેલા નિવેદન અનુસાર હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિની કોઈ જ સૂચના પ્રા થઈ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application