રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં કુલ .૨૬૨ કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા જેમાં સાંઢીયા પુલની અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરાઈ હતી. મૂળ .૬૨ કરોડના એસ્ટીમેટ સામે ૭૬.૭૫ કરોડમાં મતલબ કે ૧૮.૭૫ ટકા ઓન સાથે સાંઢિયા પુલના સ્થાને ફોર લેન લાય ઓવર બ્રિજ પ્રોજેકટનું ટેન્ડર મંજૂર કરાયું હતું અને આ કામ ચેતન કન્સ્ટ્રકશનને આપવા નિર્ણય કરાયો હતો.
વિશેષમાં આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગોમાં મંજૂર થયેલા કામોની વિગત આપતા ચેરમેનએ જણાવ્યું હતું કે આજે મળેલી મિટિંગમાં ૧૧.૩૨ કરોડના રસ્તા કામો, ૧૮.૧૧ કરોડના ડ્રેનેજ કામો, ૧.૭૯ કરોડના પેવિંગ બ્લોક, ૪૦.૪૯ કરોડની તબીબી આર્થિક સહાય, વિવિધ કાર્યક્રમો પાછળ ૮૦.૫૨ લાખનો ખર્ચ, ૧૩૧.૬૭ કરોડના ખર્ચે પીવાના પાણી માટેની ડીઆઇ લાઇન, ૨.૦૪ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઇન, ૮૫ લાખના ખર્ચે વાહન ખરીદી, ૬.૫૯ કરોડના ખર્ચે વોટર વર્કસ પાઇપલાઇન, ૨.૬૦ કરોડના ખર્ચે ગાર્ડન, ૨૫.૩૧ લાખના ખર્ચે ઝુ અને એનિમલ હોસ્ટેલમાં નવા કામો, ૭૮.૫૨ કરોડના ખર્ચે બ્રિજના કામો, ૧.૫૮ કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર, ૮.૪૨ લાખના ખર્ચે કેમિકલ ખરીદી, ૨.૩૩ કરોડના ખર્ચે કન્સલ્ટન્સી, ૫૦.૩૯ લાખના ખર્ચે વોંકળાના કામો, ૨૭.૪૨ લાખના ખર્ચે બિલ્ડીંગ કામ, ૧.૦૧ કરોડના ખર્ચે લાઇટિંગ, ૫૦.૭૨ લાખના ખર્ચે ફટપાથ અને રોડ ડિવાઇડર, ૮૨.૯૧ લાખના ખર્ચે પમ્પિંગ સ્ટેશન, ૧૩.૫૦ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને ફેનસિંગ પેનલ સહિત કુલ .૨૬૨ કરોડના વિકાસકામો મંજુર કરાયા હતા
પાણીના મીટર મુજબ બિલ આપવાની દરખાસ્ત પેન્ડિંગ; ગંદકી બદલ દંડની રકમ વધારવાની દરખાસ્ત નામંજૂર
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠમાંથી તેમજ વોર્ડ નંબર ૧૧ અને ૧૩ હેઠળના વિસ્તારોમાં ચંદ્રેશ નગર હેડ વર્ક આધારિત વિસ્તારોમાં હાઉસહોલ્ડ અને બ્લક મીટરના ઓપરેશન તેમજ મેન્ટેનન્સ તથા રીડિંગ અને બિલિંગના કામ માટે પિયા ૧.૧૭ કરોડના ખર્ચે કામ આપવા દરખાસ્ત કરાઈ હતી છે પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર જગ્યાઓ ઉપર ગંદકી કરવા બદલ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ વસૂલવામાં આવતા વહીવટી ચાર્જ મતલબ કે દંડની રકમમાં વધારો કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરે બીજી વખત દરખાસ્ત મોકલી હતી જે શાસકોએ નામંજૂર કરી હતી
સાંઢીયા પુલ સહિતની ત્રણ અર્જન્ટ બિઝનેસ મંજૂર
લોકસભા ચૂંટણીની આચારસંહિતા જાહેર થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં ઢગલાબધં દરખાસ્ત મુકવામાં આવી હતી. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ ના એજન્ડામાં અગાઉથી જ ૮૭ દરખાસ્તો સમાવિષ્ટ્ર હતી ત્યારબાદ પણ ત્રણ અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં જામનગર રોડ ઉપર નો સાંઢીયો પુલ ડીસમેન્ટલ કરીને ત્યાં આગળ નવો ફોરલેન લાય ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત મુકાઇ હતી, જામનગર રોડ ઉપર પિયા ૭૬ પોઇન્ટ ૭૫ કરોડના ખર્ચે નવો ફોર લાઇન બ્રિજ બનાવવાનું મંજૂર કરાયું હતું અને આજે જ મુખ્યમંત્રીના હસ્તે તેનું ખાતમુરત પણ કરી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય બે દરખાસ્તોમાં મ્યુનિસિપલ હદમાં આવેલા વિસ્તારોથી નજીકના વિસ્તારોમાં ચાલતા સરકારી પ્રોજેકટના મજૂરો માટે શ્રમિક બસેરા બનાવવા જમીન ફાળવવાની દરખાસ્ત તેમજ ફાયર બ્રિગેડના ડ્રાઇવરો નો પગાર વધારવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech