ભારતમાં ૪૫ વર્ષથી ઓછી ઉંમરના ૨૫ ટકા લોકો બ્રેઇન સ્ટ્રોકનો શિકાર

  • February 20, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેટલાક અંદાજ મુજબ બ્રેઇન સ્ટ્રોક એક એવી સ્થિતિ જેમાં લોહી ગંઠાઈ જવાથી અથવા રકતવાહિની ફાટી જવાથી મગજમાં લોહીનો પ્રવાહ ખોરવાઈ જાય છે, તે ભારતમાં દર એક લાખ લોકોમાંથી આશરે ૧૦૫ થી ૧૫૨ વ્યકિતઓને અસર કરે છે.
વલ્ર્ડ સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએસઓ) ના પ્રમુખ ડો. જયરાજ પાંડિયનએ જણાવ્યું હતું કે કુલ કેસમાં લગભગ ૨૫ ટકા અથવા દર ચાર કેસમાંથી એક, ૪૫ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓનો સમાવેશ થાય છે. ડો. પાંડિયનએ મંગળવારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર્સ: ફ્રોમ મિકેનિઝમ્સ ટુ મેડિસિન (આઈસીસીએનએસ–૨એમ) વિષય પર આંતરરાષ્ટ્ર્રીય પરિષદમાં ભાગ લીધો હતો. ત્યારે તેમણે જણાવ્યું કે વર્ષેાથી સ્ટ્રોકનો વ્યાપ વધી રહ્યો છે અને ચિ઼ો અને લક્ષણો અંગે જાગૃતિ વધવાને કારણે વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે આજે વધુ દર્દીઓ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે દર ચાર દર્દીઓમાંથી એક ૪૫ વર્ષથી ઓછી ઉંમરનો છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે લાંબા ગાળાની દિવ્યાંગતા તરફ દોરી શકે છે. તેમણે ઉમેયુ કે ભારતમાં ખાસ કરીને કોલકાતા અને ઉત્તર–પૂર્વીય રાયોમાં, વસ્તી–આધારિત સ્ટ્રોક રજિસ્ટ્રીઓ અનુક્રમે ૩૨ ટકા અને ૬૫ ટકામાં બ્રેઈન હેમરેજનું વધુ પ્રમાણ દર્શાવે છે.
લુધિયાણા સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. પાંડિયને ઉમેયુ કે લગભગ ૯૦ ટકા સ્ટ્રોક ઘટનાઓ અટકાવી શકાય તેવી છે અને તેથી અમે નાગરિકોને તેમના બ્લડ પ્રેશર અને બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરવાની અને આ માર્કર્સને નિયંત્રણમાં રાખવાની સલાહ આપીએ છીએ.
પોસ્ટ ગ્રેયુએટ ઇન્સ્િટટૂટ ઓફ મેડિકલ એયુકેશન એન્ડ રિસર્ચ (પીજીઆઈએમઈઆર), ચંદીગઢના પ્રોફેસર ધીરજ ખુરાનાએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત ભારતના ઘણા રાયોમાં સ્ટ્રોકના કેસોને ઓળખવા માટે ચિકિત્સકો અને પેરામેડિકલ સ્ટાફને શિક્ષિત કરવાના પ્રયાસો ચાલુ છે. દર્દીઓને ગોલ્ડન અવરમાં સારવાર મળે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે હબ એન્ડ સ્પોક મોડેલમાં મોટી હોસ્પિટલોમાં ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે. જેમાં સમયસર હસ્તક્ષેપ ગાંઠને ઓગાળી શકે છે અને વ્યકિતને સ્ટ્રોકની લાંબા ગાળાની અસરોથી બચાવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application