લાલપુર પોલીસ સ્ટેશન ખાતે લાલપુર પી.એસ.આઈ. એસ.પી. ગોહિલના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી બકરી ઈદ સહિતના તહેવારો દરમિયાન શહેર તથા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પી.એસ.આઈ. એસ.પી. ગોહિલ દ્વારા તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારું જાળવવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ કોઈપણ અફવા અથવા ગેરસમજ ફેલાય નહીં તે માટે સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.