પેટ કમીન્સનું કથન સાચું પડ્યું, સ્ટેડીયમમાં છવાયો સન્નાટો, કિંગ કોહલી આઉટ થતા ફેન્સ નિરાશ

  • November 19, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટીમ ઈન્ડિયાને 29મી ઓવરમાં 148 રનના સ્કોર પર મોટો ફટકો પડ્યો છે. વિરાટ કોહલી 63 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો છે. વિરાટને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. જો કે, હજુ ઘણા સ્ટાર ટીમ ઇન્ડીયાના બાકી છે. વિરાટના સ્થાને મેદાન પર જાડેજાએ લીધી છે. ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ શુભમન ગીલના રૂપમાં પડી, ગીલ માત્ર 7 રન બનાવી શક્યો છે. શુભમન એડમ ઝમ્પાના બોલનો શિકાર બન્યો અને મિશેલ સ્ટાર્કે તેને કેચ આઉટ કર્યો.


જે બાદ તેના સ્થાને બેટિંગ કરવા કિંગ કોહલી મેદાન પર આવ્યો પણ થોડી જ વારમાં બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી. કેપ્ટન શર્મા 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંપૂર્ણ મૌન છવાયું હતું. જો કે, તેના સ્થાને રમવા આવેલા શ્રેયસ અય્યરને પણ નિરાશાનો સામનો કરવો પડ્યો. અય્યર પેટ કમિન્સના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. તે 3 બોલમાં 4 રન જ બનાવી શક્યો હતો. ભારતના 4 મોટા બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે.


વિરાટ કોહલી સેમી ફાઈનલ અને ફાઈનલમાં 50 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. ફાઈનલમાં કિંગ કોહલીએ 56 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પહેલા તેણે સેમીફાઈનલમાં સદી ફટકારી હતી. કોહલીએ પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.


જો કે, રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતના રનની ગતિમાં ભારે ઘટાડો થયો છે. લગભગ 14 ઓવર સુધી કોઈ બાઉન્ડ્રી મળી નહી. 24 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 128 રન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application