પ્રખર ભજનિક લક્ષ્મણ બારોટનું નિધન....ભજન સમ્રાટ ફાની દુનિયા છોડી ગયા

  • September 05, 2023 11:33 AM 

પ્રખર ભજનિક લક્ષ્મણ બારોટનું નિધન....ભજન સમ્રાટ ફાની દુનિયા છોડી ગયા


શ્રી લક્ષ્મણ બારોટ - પ્રખર ભજનિકનું આજે નિધન થયું છે...નાનપણથી જ માતાજી નીકળ્યા હોવાને લીધે આંખો ગુમાવવી પડેલી. પણ આ આંખોની શક્તિ સૂર માં સમાણી અને હાલ ગુજરાતનાં પ્રથમ  કક્ષા - સંત ભજનિક તરીકે નામના ધરાવે છે...તેમની એક ખાસિયત એ છે કે નારાયણ સ્વામિ સાથે સૌથી વઘુ લાઈવ પ્રોગ્રામો જુગલબંધીમાં તેમણે કરેલા છે . 1994 થી ભવનાથ તળેટી ખાતે તેઓ ઉતારો કરે છે. "લક્ષ્મણ બારોટનો ઉતારો " જેમાં આજ સુધી ભજન અને ભોજન કરીને લોકો આનંદ અનુભવે છે. તેમનો હાલનો ચાહક વર્ગ યુવાન છે. એમ કહી શકાય કે લક્ષ્મણ બારોટના ભજનમાં 80 % ઉપર યુવાનો હોય છે. એક આદર્શ સમાજ સેવક કહી શકાય કારણ કે તેમણે યુવાનોને ભજનમાં રસ પેદા કરાવ્યો છે...હાલ માં તેઓ કૃષ્ણપરી - રાજપારડી - ભરુચ ખાતે આશ્રમ ધરાવે છે.....આશ્રમ ખાતે આવતીકાલે અંતિમ વિધિ કરવામાં આવશે...
​​​​​​​


જામનગરથી ભરૂચ આશ્રમ ખાતે મૃતદેહ લઇ જવાશે અને 70 વર્ષની ઉંમરે ફાની દુનિયા છોડી છે..12 વર્ષની ઉંમરથી ભજન ગાવાની શરૂઆત કરી હતી..શ્વાસની તકલીફ હતી જેના લીધે જામનગરની યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા  અહીં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે....પરિવારમાં એક દીકરો અને ચાર દિકરીયુંનો સમાવેશ થયા છે...
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application