BREAKING NEWS

લુંટને અંજામ આપનાર મુખ્ય સુત્રધારને પકડી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

  • May 23, 2026 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લુંટને અંજામ આપનાર મુખ્ય સુત્રધારને પકડી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા સુચના કરવામાં આવતા પીએસઆઇ એમ.વી. ભાટીયા અને સ્ટાફ દ્વારા આ દીશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમ્યાનમાં મઘ્ય પ્રદેશના જાંબવા જીલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુનાને અંજામ આપનાર મુખ્ય સુત્રધાર આરોપી મુકેશ રમણ મોહનીયા રહે. હાલ ગોરખડી ગામ, તા. જામજોધપુર, મુળ સુથીયા જાલમ ગામ (એમપી) વાળો ગોરખડી સીમ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડે ત્યાં તપાસ કરીને આરોપી મુકેશને દબોચી લીધો હતો. અને આગળની કાર્યવાહી માટે જાંબવા જીલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application