પેરિસ ઓલિમ્પિક : ઓપનિંગ સેરેમની દરમ્યાન આયોજકોએ કરી આ મોટી ભૂલ, બાદમાં માગી માંફી

  • July 27, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસમાં શુક્રવારે એક શાનદાર ઉદ્ઘાટન સમારોહ સાથે ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થઈ ચૂકી છે. આ ગેમ્સમાં વિશ્વ ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. ત્યારે  વિશ્વભરના ઘણા નામાંકિત કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. જો કે, ઓપનિંગ સેરેમની દરમિયાન આયોજકોએ મોટી ભૂલ કરી હતી. હકીકતમાં, જ્યારે વિશ્વના તમામ દેશોની ટીમો રજૂ કરવામાં આવી રહી હતી, ત્યારે આયોજકોએ ભૂલથી દક્ષિણ કોરિયાની ટીમને ઉત્તર કોરિયાની ટીમ તરીકે ઓળખાવી હતી.


આયોજકે ભૂલ સ્વીકારી


આનાથી દક્ષિણ કોરિયાની ટીમને નુકસાન થયું હતું. જો કે, ઓલિમ્પિકના આયોજકોએ તેમની ભૂલ સ્વીકારી હતી અને ખાતરી આપી હતી કે આવી ભૂલો ફરીથી નહીં થાય. જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયાના ખેલાડીઓને લઈ જતી બોટ સીન નદીમાંથી પસાર થઈ ત્યારે ઘોષણાકર્તાએ તેમને ફ્રેન્ચ અને અંગ્રેજીમાં "ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા" કહ્યું.


ઉત્તર કોરિયાના 143 ખેલાડીઓએ ભાગ લીધો હતો


મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયાના રમત-ગમત અને સંસ્કૃતિના ઉપમંત્રી, જેંગ મી-રાને, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. દક્ષિણ કોરિયાના ખેલાડીઓ વિવિધ 21 રમતોમાં ભાગ લેવાના છે. ઓલિમ્પિકમાં દક્ષિણ કોરિયાના 143 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application