શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાને કરતારપુર સાહિબમાં લગભગ 450 ભારતીય શીખ શ્રદ્ધાળુઓની હાજરીમાં સમારકામ બાદ ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા અગાઉ લાહોર કિલ્લામાં મહારાજા રણજીત સિંહની સમાધિની નજીક સ્થાપિત કરવામાં આવી હતી જેને ધાર્મિક કટ્ટરપંથીઓએ નુકસાન પહોંચાડ્યું હતું.
પંજાબ પ્રાંતના પ્રથમ શીખ મંત્રી (લઘુસંખ્યકો માટે) અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (PSGPC)ના અધ્યક્ષ રમેશ સિંહ અરોરાએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કરતારપુર સાહિબને ગુરુદ્વારા દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લાહોરની ઉત્તર-પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર ભારતીય સરહદની નજીક સ્થિત છે.
રમેશ સિંહ અરોરાએ જણાવ્યું હતું કે, "અમે આજે ગુરુદ્વારા દરબાર સાહિબ, કરતારપુર સાહિબમાં સ્થાનિક અને ભારતીય શીખોની હાજરીમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા સ્થાપિત કરી છે અને વધુ સારી સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. 44 વર્ષીય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતાએ કહ્યું કે પુનઃસ્થાપિત પ્રતિમા કરતારપુર સાહિબ ખાતે એટલા માટે સ્થાપિત કરવામાં આવી હતી કે જેથી કોરિડોરનો ઉપયોગ કરીને સરહદ પારથી અહીં આવતા ભારતીય શીખો પણ તેને જોઈ શકે.
મહારાજા રણજીત સિંહની 9-ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સૌપ્રથમ 2019 માં લાહોરના કિલ્લામાં તેમની સમાધિ નજીક સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ ઇસ્લામિક રાજકીય પક્ષ તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) ના કાર્યકરો દ્વારા તેને બે વાર ખંડિત કરવામાં આવી હતી. પંજાબના મહાન શીખ શાસકની પ્રતિમા બ્રિટિશ સંસ્થા દ્વારા રાજ્યના લોકોને ભેટમાં આપવામાં આવી હતી. મહારાજા રણજીત સિંહ શીખ સામ્રાજ્યના સ્થાપક હતા અને તેમનું સામ્રાજ્ય ભારતીય ઉપખંડના ઉત્તરપશ્ચિમ સુધી વિસ્તરેલું હતું અને તેમની રાજધાની લાહોર હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMધર્મની ગેરસમજને કારણે દુનિયાભરમાં અત્યાચાર થઈ રહ્યા છે: મોહન ભાગવત
December 23, 2024 11:02 AMપોલીસ ચોકી પર બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીનું એન્કાઉન્ટર
December 23, 2024 11:00 AMલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech