જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે અટલ સેતુનુ પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ એક અનોખી ભેટ જનતાને આપવામાં આવી છે. કેમ કે, અટલ સેતુના ઉદ્ધાટનને કારણે મુસાફરી ખૂબ જ ઝડપભેર અને ઓછા સમયમાં શકય બનવાની છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ ઘટી જશે. એટલું જ નહી. મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધાર આવશે. આજથી અટલ સેતુ સામાન્ય જનતા માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. આ બ્રિજ લગભગ 21.8 કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે, જેની લંબાઈ દરિયા પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે. અટલ સેતુનું નિર્માણ રૂ. 17,840 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે.
અટલ સેતુને કારણે આમ જનતાને મુસાફરીની ખૂબ જ સારી સવલત મળી રહેવાની છે. ત્યારે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર કાપવામાં બે કલાકનો સમય લાગતો હતો તે માત્ર 20 મિનિટમાં અંતર કાપવું શકય બનશે. વાહનચાલકોને અટલ સેતુ પર મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. દરિયાઈ પુલ પર રિક્ષા અને ટ્રેક્ટર જેવા ભારે વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ચોમાસા દરમિયાન તીવ્ર ગતિએ ફૂકાતા પવનનો સામનો કરી અને ટકી રહે તે ધ્યાનમાં રાખી લાઇટિંગ પોલ તૈયાર કરવામાં આવ્યા છે. વીજળીથી થતા સંભવિત નુકસાન સામે રક્ષણ માટે લાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech