૧૨-જામનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ૨૧ પૈકી ૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ભારતીય સમતા સમાજ પાર્ટીના ૧ અને અપક્ષના ૬ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે ૧૪ ઉમેદવારો ચૂંટણી લડશે
જામનગર તા.૨૨ એપ્રિલ, ૧૨-જામનગર લોકસભા બેઠક માટે કુલ ૨૧ ફોર્મ માન્ય રહ્યા હતા ત્યારે ૨૨ એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય આજે ભારતીય સમતા સમાજ પાર્ટીના એક ઉમેદવાર રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ અને અપક્ષના ૬ ઉમેદવારો જેમાં જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરૂ, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, કરશનભાઈ જેશાભાઈ નાગશ, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ એમ કુલ ૭ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા જામનગર ૧૨- લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, ઇંડિયન નેશનલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમી પાર્ટીના તેમજ અપક્ષના ૯ ઉમેદવારો મળી કુલ ૧૪ ઉમેદવારો ૧૨-જામનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ન્યારી ડેમ રોડ પર અકસ્માત પ્રકરણમાં નબીરાઓને બચાવવાનું કારસ્તાન
March 29, 2025 11:05 AMમ્યાનમારમાં વિનાશકારી ભૂકંપ 704 લોકોને ભરખી ગયો, ઠેર ઠેર તબાહીના દૃશ્યો, જુઓ દર્દનાક તસવીરો
March 29, 2025 11:04 AMએસટીમાં ૧૦ ટકા ભાડા વધારો: રાજકોટથી અમદાવાદ જવા હવે રૂા.૧૭ વધુ આપવા પડશે
March 29, 2025 11:04 AMશિક્ષણ કર્મચારીઓના લાંબા સમયથી પેન્ડિંગ કેસમાં હાઈકોર્ટનું આકરું વલણ
March 29, 2025 10:58 AMસૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અધ્યાપક સામે જાતીય સતામણીની ફરિયાદ ખોટી
March 29, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech