વિપક્ષના તમામ સભ્યો સસ્પેન્ડ, ગૃહમાં વિપક્ષે હોબાળા બાદ વોકઆઉટ કરતા તમામને કરાયા એક દિવસ માટે બરતરફ

  • March 01, 2023 09:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ વિધાન સભામાં કોંગ્રેસએ PSI કરાઈ પોલીસ એકેડમીમાં ભરતી કૌભાંડ મામલે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે નારા બાજી કરી અંતે સભા માંથી વોકઆઉટ કર્યું છે.

જો કે નારાબાજી બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વિપક્ષને સણસણતો જવાબ આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે 'સાથી પક્ષોએ જે કરવું છે તે કરવા માટેનું આ ગૃહ નથી, અને સરકારમાં ગેરરીતી રોકવાની તાકાત છે.' 


આ બાદ વિપક્ષએ વોક આઉટ કર્યું હતું અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરી હતી.


આ સમગ્ર મામલે વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે આજનો દિવસ ગૃહમાં વિપક્ષના સભ્યોને એન્ટ્રી મળશે નહીં. રમણલાલ વોરાએ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી, જે બાદ ઋષિકેશ પટેલ અને કુબેર ડિંડોરે પણ પોતાનું સમર્થન આપ્યું હતું.


PSI ભરતી મુદ્દે કોંગ્રેસે ચર્ચાની માંગ કરીને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો ઉપરાંત નારેબાજી પણ કરી હતી અને અંતે વોક આઉટ કર્યું હતું. ગૃહમાં દેખાવો અને કોંગ્રેસના વોકઆઉટ બાદ તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application