ગીરગઢડાના જામવાળામાં અડધો કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ

  • May 05, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊના  ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ઝાંપટા વરસ્યા હતા. ત્યારે ઊના ગીરગઢડા પંથકમાં બપોર બાદ વાદળો ઘેરાતા વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને ગીર જંગલ બોર્ડર વિસ્તારના જામવાળા ગામે અચાનક ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયેલ અને ચાલુ વરસાદે ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસતા રસ્તા પરથી વાહનોને પસાર થવુ મુશ્કેલ બની ગયેલ હતું. અને ભારે પવન સાથે વરસાદથી આ વિસ્તારના ખેડૂતોના બાગાયતી પાકો કેસર કેરી આંબા પરથી ખરી પડેલ હતી. જેના કારણે બાગયતી પાક તેમજ ઉનાળુ પાકને ભારે નુકસાન થવા પામેલ છે. ગીરબોર્ડર વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા નજીકના ગીરગઢડાના જામવાળા ગામમાં અડધો કલાકમાં દોઢ થી બે ઇંચ વરસાદ ખાબકી ગયેલ હતો. જેના પગલે રસ્તા પર જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા. આ છેલ્લા ચાર દિવસથી ઊના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકને નુકસાન થવાથી હાથમાં આવેલો કોડીયો છીનવાય જતાં પાયમાય બની ગયેલ..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application