ઓસ્કારમાં 'નાટુ નાટુ'ની સફળતા પર વડાપ્રધાને ટીમ માટે લખ્યો ખાસ સંદેશ

  • March 13, 2023 08:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્કાર 2023 આ વખતે ભારત માટે ખૂબ જ ખાસ રહ્યો છે. એવું કહી શકાય કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભારતે બે ઓસ્કર જીત્યા છે. 'RRR' અને 'The Elephant Whispers' બંનેએ 95મા વાર્ષિક એકેડેમી એવોર્ડ જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક લોકોએ આ અંગે ફિલ્મ સાથે જોડાયેલી ટીમોને અભિનંદન પાઠવ્યા છે.

વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ RRR સતત સફળતા મેળવી રહી છે. ફિલ્મનું ગીત 'નાટુ નાટુ' લોકોને પસંદ આવ્યું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં, SS રાજામૌલીની ફિલ્મ RRR ના 'નાટુ-નાટુ'ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ ગીતે ઓસ્કાર એવોર્ડ પણ જીતી લીધો છે. તેમજ ગુનીત મોંગાની 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો છે. આ એવોર્ડ્સ જીત્યા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'નાટુ નાટુ'ને એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું કે 'નાટુ નાટુ'ની લોકપ્રિયતા વૈશ્વિક છે. આ એક એવું ગીત હશે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. આ સન્માન માટે @mmkeeravaani, @boselyricist અને સમગ્ર ટીમને અભિનંદન. આ સાથે જ પીએમ મોદીએ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ને ઓસ્કાર મળવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે આ સન્માન માટે 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાને પણ અભિનંદન. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application