ભાવનગર સિટી વિસ્તારના ૧૪ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

  • April 25, 2023 08:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સિટી મામલતદાર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી બી. જે. પટેલના અધ્યક્ષપદે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાયો


સિટી સ્વાગત કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભાવનગર સિટી વિસ્તારના ૧૪ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અધિક નિવાસી કલેકટરશ્રી દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. દરેક અરજદાર સાથે વાત કરીને તેઓના પ્રશ્નો સાંભળવામાં આવી હતા તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. 


અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ... જેને ‘સ્વાગત’ (State Wide Attention On Grievances By Application Of Technology)ઓનલાઇન કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોને સીધી રીતે અસર કરતાં પ્રશ્નોનો ઓનલાઇન ટેક્નોલોજીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીની સીધી દેખરેખ નીચે સુખદ નિરાકરણ લાવવામાં આવે છે.


આ કાર્યક્રમની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૨૪ એપ્રિલ, ૨૦૦૩ ના રોજ કરી હતી જેને ૨૦ વર્ષ થતાં હોઈ સ્વાગત સપ્તાહ થકી ઉજવણી કરવામાં આવી રહી છે.  ‘સ્વાગત’ કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તર એક ચાર સ્તરમાં ચલાવવામાં આવે છે.           



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application