પ્રાકૃતિક ધામ ગૌધામ કોટિયા ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે સવા ત્રણ લાખ મહામૃત્યુંજય મંત્ર દ્વારા યજ્ઞ આહુતિ અપાશે

  • August 18, 2023 12:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પરમ પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક વિધિ સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન.



તળાજા નજીક આવેલ કુંઢડા કોટિયા ગામથી ચાર કિમી ના અંતરે બાવવાળાની ડુંગર ગીરીમાળાઓમાં બ્રહ્મલીન મોહનગીરીબાપુના સમાધિસ્થાન તેમજ મહંત લહેર ગીરીબાપુની તપસ્થળી તેમજ મૌનેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ ગૌધામ કોટીયા કુંઢડા ખાતે પરમ પવિત્ર શ્રાવણ માસના નિમિત્તે દર સોમવારે સવા ત્રણ લાખ મહામૃત્યુંજય મંત્રો દ્વારા વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચારથી તેમજ ગાયના ઘી ની આહુતિ સાથે યજ્ઞ યોજાશે. આ ઉપરાંત પૂજન, આરતી, દર્શન અને ભોજન પ્રસાદ વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. મૌનેશ્વર મહાદેવને રોજ રુદ્રાભિષેક કરવામાં આવશે.તેમજ દરરોજ ગૌ પૂજન વગેરે જેવા કાર્યક્રમો યોજાશે.


અહીં વાંસમાંથી બનાવવામાં આવેલ વિશાળ યજ્ઞશાળામાં યજ્ઞ થશે. જેનો ધર્મ લાભ લેવા સૌ ભાવિકોને જણાવ્યું છે. આ ઉપરાંત અહીં શ્રાવણ માસના દરેક સોમવારે રાત્રિના ખ્યાતનામ ભજનીકો, કલાકારોના ભજન અને સત્સંગના કાર્યક્રમો પણ યોજાશે.આ ત્રિવેણી સંગમનો લાભ લેવા અહીંના થાણાપતી મહંત શ્રી લહેરગીરીબાપુ તેમજ સેવક સમુદાય દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application