પટનાના મહાવીર મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે થઇ રહી છે 10હજાર કિલોના નૈવેધની તૈયારી. જાણો શું ધાર્મિક આયોજનો થશે?

  • January 18, 2024 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં આગામી તા.22 જાન્યુઆરીના વિશાળ પાયે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે. રામભક્તો પણ આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવાના છે. ત્યારે દેશના વિવિધ ધાર્મિક સ્થળો પર આ ખાસ ધાર્મિક આયોજન કરવામાં આવશે. જેમાં પટનાનું મહાવીર મંદિર પણ બાકાત નથી. જયારે 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો હશે ત્યારે પટનાના મહાવીર મંદિર ખાતે આ દિવસે વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે.


આ દિવસે મહાવીર મંદિરના દક્ષિણ ખૂણામાં સ્થિત સીતામાતા અને ભગવાન રામની પ્રતિમાની સામે સવારે 9 વાગ્યાથી અખંડ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 વાગ્યા સુધી રામચરિતમાનસ, રામ જન્મ પ્રસંગ અને રામધૂન કિર્તન સહિતના આયોજનો સાથે મહાવીર મંદિરને ફૂલોથી શણગારવામાં આવશે. 22 જાન્યુઆરીએ બપોરે અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે નવા મંદિરમાં રામલલાના અભિષેકની યાદમાં પટનાના મહાવીર મંદિરમાં શુદ્ધ દેશી ઘીમાં તૈયાર થયેલો હલવો પ્રસાદ તરીકે ભક્તોમાં વહેચવામાં આવશે. બપોરના બે વાગ્યાથી પ્રસાદ વિતરણ થશે. આ પ્રસંગે 10 હજાર કિલો નૈવેદ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની કિંમત લગભગ 33 લાખ રૂપિયા હશે.


અયોધ્યામાં યોજાનાર અભિષેક સમારોહનું મહાવીર મંદિર સંકુલમાં લગાવવામાં આવેલી એલઇડી સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે મહાવીર મંદિરના પ્રાંગણમાં સાંજે 6 કલાકે 1100 દીવા પ્રગટાવવામાં આવશે. ખાસ તો મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ લંકાની જીત બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ સમગ્ર શહેરમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી. તે રીતે આ ઉજવણી કરવામાં આવશે.

આ વેળા શ્રદ્ધાળુઓની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ ખાતે નવા મંદિરમાં રામલલાની પ્રતિમાનો અભિષેક એ આનંદનો અવસર છે. આ પ્રસંગે મહાવીર મંદિરમાં ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application