નવા વર્ષના પ્રથમ દિવસે સીએમ યોગી આદિત્યનાથે હવન કર્યો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સૂર્ય નમસ્કાર કરવા પહોંચ્યા

  • January 01, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  
આજે નવા વર્ષનો પહેલો દિવસ છે અને દરેક વ્યક્તિ આ દિવસને ખાસ બનાવવા માંગે છે. સામાન્ય માણસથી લઈને ખાસ માણસ સુધી દરેક અલગ-અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે વર્ષના પ્રથમ દિવસની શરૂઆત પૂજાથી થાય. આરોગ્યની સુખાકારીની સાથે સાથે દેશમાં શાંતિ અને સમૃદ્ધી આવે તે માટે    આજે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા રાજ્યોના સીએમ મોટા નેતાઓ, રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નર પણ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે.


યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ સવારે ગોરખપુર પહોંચ્યા અને ગોરખનાથ મંદિરમાં યજ્ઞ અને રૂદ્રાભિષેક કર્યો. તેમની પૂજા લાંબા સમય સુધી ચાલી  પૂજા બાદ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં તેમના 'જનતા દર્શન' કાર્યક્રમ હેઠળ સામાન્ય લોકોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. તે જ સમયે, યુપીના કાશી વિશ્વનાથ મંદિર અને અલ્હાબાદમાં ગંગા આરતી માટે સવારથી જ ભક્તોની ભીડ હતી.


ગુજરાતના સીએમ મોઢેરા સૂર્ય મંદિર પહોંચ્યા
 ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વર્ષ 2024 ની પ્રથમ સવારે મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મોઢેરા સૂર્ય મંદિર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "અમે આજે વધુમાં વધુ લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરે તે માટે ગિનિસ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે અહીં 4000 થી વધુ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો છે."


બે રાજ્યપાલ તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા

તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના એલજી ડૉ. તમિલિસાઈ સુંદરરાજને 2024ના પહેલા દિવસે  તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા  પણ  તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા અને પૂજા કરી 

​​​​​​​
આ મંદિરોમાં પણ સવારથી જ ભીડ જોવા મળી હતી

નવું વર્ષ સૌ કોઈ માટે સારું રહે તે માટે  શહેરના દરેક મંદિરોમાં લોકો ઉમટવા લાગ્યા હતા પરંતુ જો સૌથી વધુ ભીડની વાત કરીએ તો જમ્મુના વૈષ્ણોદેવી મંદિર, મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર, મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિર, વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર, શિરડીના સાંઈ મંદિર, દિલ્હીના છતરપુર અને કાલકાજી મંદિરો અને મથુરાના શ્રી બાંકે બિહાર મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application