સુપ્રીમ કોર્ટના નિર્ણય પર મનીષ સિસોદિયાએ કહ્યું, 'મોદીજી બંધારણનું પાલન કરો'

  • May 12, 2023 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારુકાંડમાં જેલ હવાલે છે.તેમના પર સુપ્રીમ કોર્ટે ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈની ચાર્જશીટ પણ આગામી તારીખે વિચારણા માટે રાખી છે.


આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આજ રોજ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણનું પાલન કરવું જોઈએ. સિસોદિયાએ સુપ્રીમના નિર્ણય પર રાઉઝ એવન્યુમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા પીએમ મોદી પર બંધારણનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો.રાઉઝ એવન્યુ કોર્ટે આજે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 2 જૂન સુધી લંબાવી હતી.


રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈની ચાર્જશીટ પણ આગામી તારીખે વિચારણા માટે રાખી છે.આ સાથે જ કોર્ટે અમનદીપ ઢાલની ન્યાયિક કસ્ટડી પણ લંબાવી છે. CBI કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે 11 મે, ગુરુવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દારૂ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સિસોદિયાને તેમના વકીલ ઈર્શાદ ખાન સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.


દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમએ સુનાવણી બાદ મીડિયાના સવાલોના જવાબ આપ્યા અને કહ્યું કે બંધારણનું અપમાન થયું છે. પીએમ મોદીએ બંધારણનું પાલન કરવું જોઈએ. સુનાવણીમાં વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલે ન્યાયિક કસ્ટડી લંબાવતા સીબીઆઈને 25 એપ્રિલ, 2023ના રોજ દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટની ઈ-કોપી સપ્લાય કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. તે જ સમયે મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા એડવોકેટ ઋષિકેશે દલીલ કરી હતી કે અધૂરી ચાર્જશીટ,અધૂરી તપાસના આધારે, અમે SCના આદેશ મુજબ ડિફોલ્ટ જામીન માટે હકદાર છીએ.


કોર્ટે સીબીઆઈને પૂછ્યું હતું કે સિસોદિયા વિરુદ્ધ તપાસ પૂરી થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કેમ નથી કર્યો. તમે કહો છો કે તમે પૂરક ચાર્જશીટ નિર્ધારિત સમયની અંદર દાખલ કરી છે, પરંતુ તમે કહ્યું છે કે આ મામલે તપાસ બાકી છે. તપાસ પૂરી થયા બાદ સિસોદિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે તે તમે કેમ ન જણાવ્યું?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application