ઘૂઘવતો દરિયો પણ જેના ચરણ પખાળતા થાકતો નથી, એવા બાર યોતિલિગમાંના પ્રથમ યોતિલિગ ભગવાન સોમનાથના આંગણે મ્યૂઝિયમમાં અતિતનો ઈતિહાસ હજુ પણ સચવાયેલો છે. લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી સોમનાથના પટાંગણમાં હજુ પણ દેવને નૃત્યગીતથી આરાધવા તત્પર રહેલી ચૌલાના ઝાંઝરનો રણકાર ગૂંજે છે, તો બીજી બાજું પૌરાણિક અવશેષો સાચવીને બેઠેલા મ્યૂઝિયમના માધ્યમથી સોમનાથની ભૂમિમાં ખેડાયેલું સાહસ અને શૌર્યનું ખમીરવંતુ નવચેતન પણ ધબકે છે.
પ્રભાસપાટણ ખાતે આવેલા સોમનાથના જૂના મ્યુઝિયમમાં કોઈ ભ અવશેષ તરીકે તો કોઈ પૂર્ણ રીતે પ્રભાસક્ષેત્રની ભૂમિમાં ગવાયેલી તમામ શૌર્ય ગાથાઓની ગૂંથણી સંગ્રહાયેલી જોવા મળે છે. અહીં સોમનાથ મંદિરના અદ્રિતિય સ્થાપન સમયના અવશેષો પણ સંગ્રહાયેલા છે. જે આક્રાંતાઓની વિધ્વંશક મનોવૃત્તી સામે પુનદ્ધારના અડગ મનોબળની અનુભૂતિ કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનો ખમીરવંતો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન સમગ્ર વિશ્વના લોકો સમક્ષ ઉજાગર થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. ગુજરાતમાં અનેક મ્યૂઝિયમ જોવાલાયક અને માણવાલાયક છે. જેમાંનું એક મ્યૂઝીયમ પ્રભાસ પાટણ ખાતેની ઉભી બજારમાં આવેલું સોમનાથ ટ્રસ્ટનું જૂનું મ્યૂઝિયમ પણ છે. સોમનાથ ટ્રસ્ટના જૂના મ્યૂઝીયમમાં ૧૦મી સદીમાં ક્રી–પુષના દ્રદ્રં યુદ્ધ, ચામર ધારિણી, યક્ષિણી, નાગને સ્તનપાન કરાવતી નર્તકી, દુર્લભ એવી સાતમા સૈકાની ભગવાન લકુલીશની મૂર્તિ, સોમ (ચંદ્ર) દ્રારા સોમનાથની પ્રથમ સ્થાપનાના ઈતિહાસને દર્શાવતી મૂર્તિ, સોમ કાલયવન અને ભૈરવ સહિતની મૂર્તિઓ રાખવામાં આવેલી છે
આ મ્યૂઝિયમમાં ૧૧ મે, ૧૯૫૧ના રોજ સોમનાથ ભગવાનના શિવલિંગ પર જલાભિષેક કરવા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેશી નદી, ન્યૂઝીલેન્ડના દક્ષિણ મહાસાગરનું પાણી, ઓસ્ટ્રેલિયાની મૂર નદીનું પાણી, રશિયાની મોસ્ખ્વા નદીનું પાણી, કેનેડાની લોરેન્સ નદીનું પાણી, ઈજિની નાઈલ નદીનું પાણી એમ દેશદેશાવરથી એકઠા થયેલ પાણીના નમૂનાઓનો સંગ્રહ પણ સચવાયેલો છે. સોમનાથ પર આવેલા વારંવારના સંકટને ખાળી અવિરત પ્રકાશપૂંજની જેમ પથરાતી ભગવાન સોમનાથની કિર્તીની સાક્ષીને નિહાળવા સોમનાથ ખાતે આવતા પ્રવાસીઓ માટે સોમનાથ ટ્રસ્ટે ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે નવું મ્યૂઝિયમ કાર્યરત કયુ છે. જે અત્યાધુનિક સોમનાથના સોનેરી ઇતિહાસની સાક્ષી પૂરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech