મોટા સ્ટાર્સથી લઈને સામાન્ય લોકો 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની આંખોથી રામ લલ્લાની પ્રાણ પ્રતીસ્થાનો ભવ્ય નજારો જોવા માંગે છે. પરંતુ દરેક માટે આ શક્ય નથી. આવી સ્થિતિમાં થિયેટરોના માલિકોએ લોકો માટે એક સારા સમાચાર શેર કર્યા છે. હવે તમે પણ આ ઐતિહાસિક ક્ષણ જોઈ શકશો.
22 જાન્યુઆરી 2024નો દિવસ દેશના લોકો માટે યાદગાર દિવસ બનવા જઈ રહ્યો છે. ભવિષ્યમાં આ દિવસ ચોક્કસપણે ઇતિહાસમાં ચર્ચાશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દરેક લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને મોટા સ્ટાર્સ પણ આ ખાસ ક્ષણ માટે ખૂબ જ ઉત્સુક છે. એટલું જ નહીં આ દિવસને વધુ ખાસ બનાવવા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન સામાન્ય લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે
દરેક વ્યક્તિ પોતાની આંખોથી આ ભવ્ય નજારો જોવા માંગે છે. પરંતુ આ દરેક માટે શક્ય ન હોઈ શકે. આવી સ્થિતિમાં હવે તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું દ્રશ્ય પણ મોટા પડદા પર જોઈ શકશો. હવે દરેક વ્યક્તિ 22 જાન્યુઆરીએ PVR અને INOX પર રામ લલ્લાને બિરાજમાન થતા જોઈ શકશે. થિયેટરોએ આ માટે પરવાનગી આપી દીધી છે. જેના કારણે હવે જે લોકો આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો બની શકશે નહીં તે થિયેટરોમાં જઈને મોટા પડદા પર જોઈ શકશે.
PVR અને INOX દેશના 70 મોટા શહેરોમાં 170 થી વધુ કેન્દ્રો પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી શરૂ કરીને બપોરે 3 વાગ્યા સુધી જોઈ શકાશે. આ માટેની ટિકિટની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. તે માત્ર મૂવી ટિકિટની કિંમત નથી, તેમાં પાણી અને પોપકોર્ન કોમ્બો પણ શામેલ છે. અગાઉ પીવીઆર ક્રિકેટ વર્લ્ડ કપનું જીવંત પ્રસારણ કરતું હતું.ખુદ પીવીઆર સિનેમાએ આ માહિતી દરેક સાથે શેર કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech