બુટલેગરોનો નવો કિમિયો: ચોખામાં છૂપાવેલો ૧૯.૪૬નો દારૂ ચોટીલાથી ઝડપાયો

  • September 15, 2023 02:17 PM 

સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાનો ઈગ્લીશ દારૂ ઠાલવવામાં સ્થાનિક અને પરપ્રાંતિય બુટલેગરોની ચેઈન તોડવામાં કોઈ જોરદાર સફળતા મળી નથી ત્યારે ખાદ્ય સામગ્રી એવા ચોખાના કટ્ટાની આડમાં ૫૪૩૬ બોટલોનો જથ્થો છુપાવી જતો ટ્રક ચોટીલા પોલીસે ચાલક સાથે પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.


ચોટીલા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે પીઆઈ જે.જે.જાડેજાને સફેદ કલના મોરાવાળો ટ્રક નંબર એચપી૩૮એચ ૧૪૮૯વાળામાં ચોખાના કટ્ટા ગુણીની નીચે ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઈગ્લીશ દા‚નો જથ્થો છુપાવી ભરી ટ્રકની ઉપર વાદળી કલરની તાલપત્રી બાંધી ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે રોડ ઉપર નીકળવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસ સ્ટાફના કેહાભાઈ મકવાણા, વલ્લભભાઈ ખટાણા, મહિપતસિંહ પરમાર, સરદારસિંહ બારડ, ભરતભાઈ તરગટા સહિતનાઓની ટીમ બનાવી ચોટીલા રાજકોટ હાઈવે ઉપર જલારામ મંદિર નજીક આવેલા પોલસી સરકિટ હાઉસ પાસે ટ્રકની વોચમાં ગોઠવી ટ્રકને રોકી ચેક કરતા સફેદ કલરની મિણિયાની થેલીની ચોખાની નીચે આડમાં અલગ અલગ બ્રાંનો ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂની કંપની સીલબંધ બોટલો નંગ ૫૪૩૬ કિ.રૂ.૧૯,૪૬,૪૦૦ના મુદામાલ સાથે ચોખાની ગુણી નંગ કિ.રૂ.૧,૨૫,૦૦૦, મોબાઈલ ફોન નંગ ૧ કિ.રૂ.૫૦૦૦ તથા આધાર કાર્ડ ૧, ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ તેમજ ટ્રકના કાગળોની ફાઈલ તથા તાલપત્રી વિગેરે મળી કુલ કિ.રૂ.૨૦,૭૬,૪૦૦ સાથે પંજાબના બુધિયાણા, ઈસરનગર મહોલ્લાના રહિશ ટ્રકચાલક અવતારસિંગ મલકિતલિંગ ઉ.વ.૫૦ને પકડી પાડેલ હતો ચોટીલા પોલીસે પકડાયેલ ટ્રકચાલક અને હિમાચલ પ્રદેશના ઈંદોરા તાુલકાના શિરતના રહીશ ટ્રકના માલિક સુખવિંદરસિંગ બલવંતસિંહગ તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર રોબિનસિંગ હરકિંમત સિંગલા રહે.લુધિયાણા, પંજાબ તથા દા‚નો જથ્થો મંગાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

પ્રથમ દ્રષ્ટિએ ચોખાનો જથ્થો હોય એવું લાગ્યું
ગુજરાતમાં દા‚બંધી હાવે છતાં કરોડોનો દારૂ ગેરકાયદેસર વેચાણ થાય છે અને આ ધંધા સાથે સંકળાયેલા અવનવા નુસખા અપનાવતા હોય છે, પકડાયેલ ટ્રકમાં નીચે કોઈની નજર ન પડે તેમ ગોઠવણ કરી દા‚ની પેટીઓ પ્લાસ્ટિક મિણિયાની થેલીઓમાં ભરી ઉપર સુધી અને ઠાઠા ભાગની નજીક સુધી ચોખાના બાચકા એવી રીતે ગોઠવેલ કે કોઈ ખોલીને જોવે તો પ્રથમ દ્રષ્ટિએ આખી ટ્રક ચોખાની જ ભરેલ હોવાનું દેખાય તેમ છતાં બાતમીના આધારે પકડાતા બુટલેગરો નવો નુસખો નિષ્ફળ રહ્યો હતો.

રાજ્યોની બોર્ડરો-નેશનલ હાઈવે પર સઘન ચેકિંગ કેવું? ઉઠતો સવાલ
ગુજરાતમાં દા‚બંધી હોવા છતાં આ ધંધાના મહારથી બુટલેગરો સુધી ઈગ્લીશ દા‚નો જથ્થો પહોંચે છે પેઢી જયારે આવો જથ્થો પખડાય ત્યારે બુટલેગરો ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક રાજ્ય બોર્ડરો ક્રોસ કરી હજારો કિ.મી. દૂર સુધી પહોંચી જાય છે જે તેઓના નેટવર્ક અને આકાઓની ગોઠવણ અંગે સઘન તપાસ માગતો વિષય બને છે.

પકડાયેલ જથ્થો જેતપુર ખાતે જતો હતો?
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પકડાયેલ ચાલકની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને પકડાયેલ જથ્થા સાથે જેતપુર સુધી પહોંચવાનું તેના આકાઓની સૂચના હોવાનું અને ત્યાં આગળની સૂચના મળે તેમ કરવાનું હોવાની કેફિયત મળેલ હોવાનું કહેવાય છે ત્યારે આ દા‚ કોને મંગાવેલ અને કયાં ઉતારવાનો હતો તે સહિતનો પર્દાફાશ તપાસ દરમિયાન થવાની શકયતા હોવાનું કહેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application