NDRFની ટીમ પહોંચી રાજકોટના ભગવતીપરામાં : સ્થળાંતરીત લોકોની દેખરેખ અને થશે સુરક્ષા

  • June 13, 2023 11:03 AM 

રાજકોટમાં બિપરજોય વાવાઝોડાને લઈ એનડીઆરઍફની ટીમ પહોંચી ગઈ હતી. 22 સભ્યોની એક ટીમ રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ ઇમર્જન્સીના સાધનો સાથે રાજકોટમાં એનડીઆરઍફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. આજુબાજુના જિલ્લામાં ઇમર્જન્સીના સમયે રાજકોટથી ટીમ રવાના કરવામાં આવશે. ત્યારે આજે સવારે જ રાજકોટમાં સ્ટેન્ડ બાય રહેલી એનડીઆરઍફની ટીમને ભગવતી પરા વિસ્તાર શાળા નંબર 70માં રવાના કરાઇ હતી. જર્જરીત મકાનો અને ઝુંપડામાંથી 70 નંબરની શાળામાં લોકોને સ્થળાંતરી કરાઈ રહ્યા છે. સ્થળાંતરીત લોકોની દેખરેખ અને સુરક્ષા માટે એનડીઆરઍફની ટીમ ત્યાં પહોંચી છે. 


બિપરજોય વાવાઝોડાની અસર યથાવત


રાજ્યના દરિયાકાંઠા સિવાય શહેરોમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. રાજકોટમાં ગઈકાલથી વરસાદ શરૂ થઈ ગયો છે. તેજ પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. મોડી રાત્રે 2:30 વાગ્યાથી રાજકોટ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ગરમી અને ઉકાળા બાદ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. રાજકોટમાં હાલ સવારથી વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યું છે તેમજ પવન ફૂંકાવાનું ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application