સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને રોકડ પુરસ્કાર એનાયત કરાયા
ભારતના ૭૮ માં સ્વાતંત્ર્ય દિન નિમિતે તાજેતરમાં આર્યસમાજ - જામનગર અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ અને દિપકભાઇ ઠક્કર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, આર્યસમાજ – જામનગર અને આર્ય વિદ્યાસભા – જામનગર માનદ્દ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા, તેમજ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈઓ-બહેનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની બહેનોને સંસ્થા તરફથી, સંસ્થાના માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
આ સમારોહમાં માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, કોષાધ્યક્ષ વિનોદભાઇ નાંઢા, અંતરંગ સદસ્યો ધીરજલાલ નાંઢા, ભરતભાઈ આશાવર, હરીશભાઈ મહેતા, તેજભાઈ ઠક્કર, પ્રભુલાલ જેઠાલાલ મહેતા, રામભાઈ બરછા, સમાજ સેવક મહાવીર દળ અને સ્મશાન વ્યવસ્થા સમિતિના માનદ્દમંત્રી અને જાણીતા પત્રકાર તેમજ આર્યસમાજના સદસ્ય દર્શનભાઈ ઠક્કર, સતપાલજી આર્ય, વિશ્વાસભાઈ ઠક્કર, જયશ્રીબેન મહેતા, સુનિતાબેન ખન્ના, કૈલાદેવી આર્ય, આર્યસમાજ-જામનગરના વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા,પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. આભાર દર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા ધર્મિષ્ઠાબેન ગોહિલે કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech