મોહમ્મદ ઘોરી અને છત્રપતિ શિવાજીના ઇતિહાસમાં પણ ઉમેરાઈ વધુ માહિતી : આ વર્ષના શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે બદલાવ
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઆરટી) એ સમાજશાસ્ત્ર અને ઇતિહાસના પુસ્તકોમાં ફેરફાર કર્યા છે. જેમાં હડપ્પન સંસ્કૃતિની ઉત્પત્તિ અને વૈદિક સંસ્કૃતિ વચ્ચેના સંબંધ પર સંશોધનના કેટલાક મુદ્દા ઉમેરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાખીગઢીમાં થયેલા તાજેતરના સંશોધનો પણ ઉમેરવામાં આવ્યા છે. રાખીગઢી ડીએનએ અને હડપ્પન સંસ્કૃતિની ઉત્પત્તિ અંગે પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે જ મરાઠાઓને લઈને પણ કેટલાક ફેરફારોની વાત કરવામાં આવી છે.
તાજેતરમાં, એનસીઆરટીએ રાખીગઢીના પ્રાચીન ડીએનએ સંબંધિત ધોરણ 12 ના સમાજશાસ્ત્ર અને ઇતિહાસના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફારો કર્યા છે. જેમાં કેટલીક માહિતી ઉમેરવા માટે કહેવામાં આવ્યું છે, રાખીગઢી પુરાતત્વીય સ્થળ પર તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પુરાતત્વ-આનુવંશિક સંશોધનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ પુરાતત્વીય સ્થળ હરિયાણાના હિસાર જિલ્લામાં સ્થિત છે, 550 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નાગર સૌથી મોટું હડપ્પન શહેર છે, હડપ્પાના આનુવંશિક ઇતિહાસનો અભ્યાસ કરવા માટે, રાખીગઢી ખાતે ખોદવામાં આવેલા માનવ હાડપિંજરના અવશેષોમાંથી ડીએનએ કાઢવામાં આવ્યું હતું. આ સંશોધન કાર્ય ડેક્કન કોલેજ, ડીમ્ડ યુનિવર્સિટી, પૂણે દ્વારા સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, હૈદરાબાદ અને હાર્વર્ડ મેડિકલ કોલેજના સહયોગથી કરવામાં આવ્યું છે. માહિતીનું વિશ્લેષણ દર્શાવે છે કે હડપ્પન લોકો આ વિસ્તારના મૂળ રહેવાસી હતા.
ફેરફારોમાં જણાવાયું છે કે, હડપ્પન અને વૈદિક લોકો વચ્ચેના સંબંધ પર વધુ સંશોધનની જરૂર છે. કેટલાક વિદ્વાનો દલીલ કરે છે કે હડપ્પન લોકો વૈદિક લોકો હતા. વધુમાં કહેવાયું છે કે, એવું જણાય છે કે હડપ્પન લોકોએ એક પ્રકારની લોકશાહી પદ્ધતિ અપનાવી હતી. કારણ કે તે સમયમાં લોકો માટે અને લોકો દ્વારા ઇમારતો અને સુવિધાઓ બનાવવામાં આવી હતી. આ સિવાય ધોરણ 12 સમાજશાસ્ત્રમાંથી સાંપ્રદાયિક રમખાણોનો ફોટો પણ હટાવી દેવામાં આવ્યો છે. કારણ એ છે કે આ ચિત્ર આજના સમયમાં પ્રાસંગિક નથી. ઉપરાંત, ધોરણ 7ના ઈતિહાસના પુસ્તકમાં, 'મોહમ્મદ ઘોરી એક તુર્કી શાસક હતો અને અફઘાન ન હતો'ને પણ હકીકતલક્ષી ભૂલ તરીકે બદલવામાં આવ્યું છે. અફઘાન શબ્દને તુર્ક સાથે બદલવાની વાત થઈ છે.
મરાઠા શાસક છત્રપતિ શિવાજીના નામ સાથે છત્રપતિ અને મહારાજ ઉમેરવાની પણ વાત થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે છત્રપતિઓની વંશાવળી પણ ઉમેરવામાં આવશે. આ ફેરફારો વર્ષ 2024-25ના શૈક્ષણિક સત્ર માટે એનસીઆરટી દ્વારા કરવામાં આવ્યા છે. જેની માહિતી તાજેતરમાં સીબીએસસીને આપવામાં આવી છે. હડપ્પા રાવી નદીના કિનારે આવેલું છે. તેની શોધ પુરાતત્વવિદ્ દયારામ સાહનીએ કરી હતી. આ શોધવા માટે, હડપ્પામાં સિંધુ ખીણની જગ્યાઓ 1921 અને 1922 માં ખોદવામાં આવી હતી. હડપ્પન સંસ્કૃતિનું આ નગર એક શહેરની જેમ બાંધવામાં આવ્યું હતું. મોહેંજોદરો સંસ્કૃતિમાં આ સૌથી પ્રખ્યાત શહેર માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech