ગૌવંશ હત્યા-પ્રતાડના પર દેશવ્યાપી પ્રતિબંધ જરૂરી: સ્વામી સદાનંદજી

  • July 17, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આષાઢ કૃષ્ણ દ્વાદશી શ્રી શારદાપીઠ દ્વારકામાં ચાલી રહેલ ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચનમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદજીએ જણાવ્યું હતું કે ગૌવંશની હત્યા અથવા કોઈપણ પ્રકારની પ્રતાડના ભારતભરમાં પ્રતિબંધિત હોવી જોઈએ.

 કઠોરથી કઠોરતમ કાનૂન લાવી સાથે જુના કાયદાઓમાં સુધારો કરી સરકારે આ દિશામાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. ગૌવંશ દુ:ખી હશે ત્યાર સુધી દેશ સુખી નહીં થઈ શકે. કલ્યાણના ઈચ્છુક મનુષ્યએ સંસારના ચિંતનથી મન હટાવી પ્રભુના ચિંતનમાં મન લગાવવું જોઈએ. કેટલાક મનુષ્યો ખોટો તર્ક કરતા હોય છે કે પાપ કર્મ પણ પરમાત્માની મરજીથી કરીએ છીએ અમને પ્રેરણા પરાત્મા જ આપે છે, પણ એ ભૂલી જતા હોય છે કે બુદ્ધિ એમને વિવેકથી નિર્ણય કરવા માટે પરમાત્માએ આપેલ છે.

​​​​​​​પવસુધૈવ કુટુંબકમ્થની ભાવના સાથે મનુષ્યએ જીવન જીવવં જોઈએ. સાંજના સત્રની આ સંગોષ્ઠીમાં સ્વામીજીએ યુધિષ્ઠિર યક્ષ સંવાદ પણ ખૂબ જ સરળ ભાષામાં વર્ણન કરી સમજાવ્યો હતો. ચતુર્માસ અનુષ્ઠાન અંતર્ગત દરરોજ પ્રાત: બ્રહ્મસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવે છે, તે દરમિયાન ગઈકાલે આ શબ્દામૃત સંભળાવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application