નાગરિક બેન્કની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં સામસામે જગં ખેલાવવાનું આજે નિિત બની ગયું હતું. આજે બપોરે ૩–૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત હતી જે વિતી જવા છતાં કોઈ ફોર્મ પરત ખેંચાયું ન હતું એટલે સહકાર પેનલની સામે ઉભી રહેલી સંસ્થા પેનલ દ્રારા લડી લેવાનું નક્કી થયાનું સ્પષ્ટ્ર થઈ ગયું હતું.
કલ્પક મણિયાર સહિતના ૩ ઉમેદવારોએ ન્યાય મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં ઘા નાખ્યો છે. સંસ્કાર પેનલના કલ્પક મણિઆર, મિહિર મણિઆર અને હિમાંશુ સિનોઈના ઉમેદવારી પત્રો અન્ય સહકારી બેન્કમાં મેમ્બરશિપ હોવાને કારણે રદ કરવામાં આવ્યા છે.
સંસ્કારપ રિવારના કો–ઓડિર્નેટર વિબોધ દોશીએ જાહેર કર્યું છે કે, હાઈકોર્ટના સિનિયર એડવોકેટના કાનૂની માર્ગદર્શન મુજબ તેમણે હાઈકોર્ટમાં કાયદાકીય ન્યાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. તેઓ તજન એડવોકેટો મારફત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી નાગરિક બેન્ક કૌભાંડ મુકત બને તે માટેના અનેક મોરચા માહેથી ચૂંટણીમાં ભાગ લેવાની પણ તેઓની જવાબદારી છે જે તેઓ બજાવી રહ્યા છે. બેન્કને ખોટા કે મોટા સંચાલકોની નહીં પરંતુ સાચા લોકોની જરૂર છે.
રાજકોટ નાગરિક બેન્કના હાલના ઈલેકશનમાં તેમનું મક્કમ વલણ છે કે, નૈતિક સંસ્કારોના સિધ્ધાંત પર ચાલે તેવા ઉમેદવારોની જરૂર છે. ૪૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રહે છે તેમાંથી સંસ્કાર પેનલના ૧૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે અને ૪ ઉમેદવારોના ફોર્મ ડબલ મેમ્બરશિપના કારણસર રદ કરવામાં આવ્યા છે. સંસ્કાર પેનલના ઉમેદવારોના ફોર્મ રદ કરવાના નિર્ણયને પડકારવા માટે હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી છે.
સંસ્કાર પેનલના ઉમેદવારોને ફકત તેમની બીજી બેન્કોમાં મેમ્બરશિપ ધરાવતા હોવાનું કારણ બતાવીને રદ કરાયા છે. હરીફ પેનલ દ્રારા ધાકધમકીથી ફોર્મ રદ કરવવા પ્રયાસ કરાયો હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે.
સંસ્કાર પેનલ–વિના સંસ્કાર નહીં સહકાર સ્લોગનને ચરિતાર્થ કરે છે. સંસ્કાર પેનલના ૨ ઉમેદવાર જયંતભાઈ ધોળકિયા અને કાળુ મામાના ફોર્મ રદ કરાવવાની મહેનત–પ્રયાસો નિષ્ફળ ગયેલ હોવાનું વિબોધ દોશીએ જણાવ્યું હતું.
ચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્રો રદ થાય કે હાર જીત થાય તે મોટી ઘટના નથી. ચેનલ અંતિમ લયથી વિચલિત થયા વગર બેન્કને બચાવવા માટે સંકલ્પબધ્ધ છે. અગાઉના દાયકાઓમાં જે રીતે બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અચૂક પાલન, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની તમામ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ જ કાર્યવાહી તેમજ બેન્કની તમામ નિતી–રીતિનો આગ્રહ, નાના કે મોટા કોઈપણ નિર્ણયોમાં હરહંમેશ બેન્કના હિતની સર્વેાપરિતા, નાના અને મધ્યમ માણસની બચત તેમજ થાપણોની સતત ચિંતા અને સુરક્ષા તે મૂળભૂત લયો છે. ચૂંટણીના પરિણામો બાદ પણ લોવર કોર્ટ કે હાઈકોર્ટમાં બેન્કના કૌભાંડો વિરૂધ્ધ કાનૂની જગં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત તમામ સરકારી એજન્સીઓ સમક્ષ પુરાવાઓ સાથે સત્ય વાતની રજૂઆતો પોલીસ ફરિયાદો, જન અભિયાનના કાર્યક્રમો, બેન્કમાં નવા ચૂંટાઈને આવનારા બોર્ડ ઓફ ડાયરેકટર્સ સમક્ષ ભારપૂર્વકની રજૂઆતો તેમજ ચર્ચાઓ વગેરે જે જે થઈ શકે તે તમામ કરતા રહેવાનું વિબોધ દોશીએ જણાવ્યું હતું. આજે સંસ્કાર પેનલ દ્રારા હાઈકોર્ટમાં પડકારવામાં આવેલા ફોર્મ રદના નિર્ણય વિશે ચૂકાદો આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech