રાજકોટમાં લાલપરી નદીમાંથી યુવતીની મળેલી લાશનું રહસ્ય હજુ અકબંધ : પોલીસે યુવતીને ઓળખી આપનારને ₹20 હજારનું ઇનામ કર્યું જાહેર

  • April 27, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરના લાલપરી તળાવમાં મળેલી યુવતીની લાશના કટકાનો મામલે પોલીસે યુવતીની ઓળખ આપનારને ઇનામ આપવાની જાહેર કર્યું છે. આ યુવતીની ઓળખ કરાવી આપનારને રાજકોટ પોલીસ 20 હજારનું ઇનામ આપશે. રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં રાજકોટ પોલીસ યુવતીની ભાળ મેળવવા મથામણ કરી રહી છે.



જાણો શું હતો સમગ્ર મામલો


રાજકોટમાં આવેલી લાલપરી નદીમાંથી કોહવાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. તીક્ષ્ણ હથિયાર વડે મહિલાની લાશના ટુકડા કરવામાં આવ્યા હતા અને બે અલગ અલગ થેલામાં મહિલાના લાશાના ટુકડા મુકવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટીએ અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. બે થેલામાં હાથ, પગ, માથુ અને ઘડ અલગ અલગ થેલામાં મળી આવ્યા હતા. પોલીસને સમગ્ર ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને નદીમાંથી મળેલા બે થેલામાંથી 4 ભગવાન શિવના લોકેટ મળ્યા હતા. પોલીસ દ્વારા મૃતક મહિલા અંગેની ઓળખ શરૂ કરી છે.



આ દરમિયાન જૂનાગઢ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 7 માર્ચે અપહરણની ફરિયાદ નોંધાઇ હતી જેમાં 17 વર્ષની સગીરાને અજય ભરત પંડ્યા ઉઠાવી ગયાનું જણાવાતા પોલીસે અજય પંડ્યા સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. બી.ડિવિઝન પોલીસે યુવતીની હત્યાનો ભેદ ઉકેલવા જૂનાગઢના સગીરાના પરિવારજનોને બોલાવી તેને લાશના કટકા બતાવ્યા હતા અને લાશ પરથી મળેલા આભૂષણો બતાવ્યા હતા. જેતે સમયે અપહૃત યુવતીના પરિવારજનોએ લાશ પોતાની અપહૃત પુત્રીની નહીં હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું.


જોકે ત્યારબાદ ફરીથી તે લાશના કટકા તેમની પુત્રીના હોવાનો દાવો કરાતા પોલીસે જૂનાગઢનથી તેના પરિવારજનોને બોલાવી ડીએનએ સેમ્પલ લેવડાવી સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપ્યા હતા. એફએસએલ રિપોર્ટ આવે તે પહેલાં જ મંગળવારે જૂનાગઢ પોલીસે સગીરા અને તેના પ્રેમી અજય પંડ્યાને બગસરાથી ઝડપી લઇ આ અંગેની રાજકોટ પોલીસને જાણ કરી હતી. ત્યારે હવે રાજકોટ પોલીસ દ્વારા આ યુવતીને ઓળખી પાડવા માટે ₹20 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application