જામનગરના વિખ્યાત બાલા હનુમાનના દર્શન કરતાં મુકેશ અંબાણીના પુત્ર અનંત

  • March 17, 2023 11:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી એકાએક કાલે જામનગર આવ્યા હતાં અને અહીંના વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે આવીને દર્શન કર્યા હતાં. રાત્રે ૮:૩૦ કલાકે ટ્રસ્ટીઓને અનંત અંબાણીની મુલાકાત અંગે કૉલ આવ્યા પછી રાત્રે ૧૦ કલાકે તેઓ દર્શન માટે આવી પહોંચ્યા હતાં, સૌ પ્રથમ બાલા હનુમાનના દર્શન કર્યા હતાં અને પછી અખંડ રામધૂનના પણ દર્શન કર્યા હતાં.





આ તકે એમને સત્કારવા માટે ઉપસ્થિત રહેલાં બાલા હનુમાનના ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, કનુભાઈ કોટક, વિનુભાઈ તન્ના સહિતના પ૦થી વધુ લોકો દ્વારા અનંત અંબાણીને છબિરૂપી ભેંટ આપવામાં આવી હતી. વિનુભાઈએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અનંત અંબાણીના દાદી કે જે જામનગરના વતની છે તેઓ અવાર-નવાર બાલા હનુમાન મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ બાબતથી અનંત અંબાણી વાકેફ હોવાથી દાદી જે સ્થળે મુલાકાતે આવતાં ત્યાં આવવાની એમની ઈચ્છા હતી અને એટલાં માટે જ ગઈ રાત્રે તેઓ બાલા હનુમાનના દર્શન માટે આવ્યા હતાં. અનંત અબાણી આવતાં હોવાથી લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, એક તરફ પોલીસ અને બીજી તરફ અનંત અંબાણીની ખાનગી સિક્યોરિટીએ પ્રથમથી જ મંદિરની બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી.


તેઓ વ્હાઈટ કલરની કારમાં આવ્યા હતાં અને સીધા જ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયાં હતાં. પંદરે’ક મિનિટ સુધી રોકાણ કર્યું હતું આ તકે મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ આવી પહોંચ્યા હતાં. દર્શન કર્યા બાદ અનંત અંબાણીએ ટ્રસ્ટીઓ સમક્ષ ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application