ધરતી માતા ગરમ થઈ રહ્યા છે

  • July 07, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમવારે પૃથ્વીનું સરેરાશ તાપમાન ૧૭.૦૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે મંગળવારે વધીને ૧૭.૧૮ ડિગ્રી સેલ્સિયસ થયું




પૃથ્વીનું સરેરાશ તાપમાન બુધવારે સતત બીજા દિવસે રેકોર્ડ ઐંચા સ્તરે નોંધાયું હતું. આ પહેલા સોમવારે વૈશ્ર્વિક સરેરાશ તાપમાન રેકોર્ડ ઐંચી સપાટીએ પહોંચ્યું હતું અને તેના બીજા જ દિવસે મંગળવારે પણ તાપમાન તેનાથી પણ ઐંચુ નોંધાયું હતું. સોમવારે પૃથ્વીનું સરેરાશ તાપમાન ૧૭.૦૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મંગળવારે વધીને ૧૭.૧૮ ડિગ્રી સેલ્સિયસ થયું હતું.





મેન યુનિવર્સિટીના કલાઇમેટ રીએનાલાઈઝરના જણાવ્યા અનુસાર, બુધવારે સરેરાશ વૈશ્વિક તાપમાન પણ ૧૭.૧૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કલાઈમેટ રીએનાલાઈઝર સેટેલાઈટ ડેટા અને કોમ્પ્યુટરાઈડ ગણતરીઓના આધારે વિશ્વનું તાપમાન માપે છે.





વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા મહિનાઓથી ચેતવણી આપી રહ્યા છે કે માનવીય ગતિવિધિઓના પરિણામે વાતાવરણમાં થતા ફેરફારને કારણે ૨૦૨૩માં રેકોર્ડ ગરમી નોંધાઈ શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કલાઇમેટ સાઇન્ટિસ ક્રિસ ફિલ્ડે જણાવ્યું હતું કે, આ રેકોર્ડ એ પુરાવાનો બીજો ભાગ છે, જે વ્યાપક માન્યતા દ્રારા સમર્થિત છે કે ગ્લોબલ વોમિગ આપણને વધુ ગરમ ભવિષ્ય તરફ ધકેલી રહ્યું છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના મુખ્ય વૈજ્ઞાનિક સારાહ કેપનિકે જણાવ્યું હતું કે જોકે આંકડાઓ સત્તાવાર સરકારી રેકોર્ડ નથી પરંતુ આ આપણને એક સંકેત આપે છે કે આપણે અત્યારે કયાં છીએ, બિનસત્તાવાર રેકોર્ડ માટે ઉપયોગમાં લેવાયેલ ડેટાસેટ માત્ર ૧૯૭૯ સુધીનો હોવા છતાં કેપનિકે જણાવ્યું હતું કે અન્ય ડેટાને જોતાં વિશ્ર્વ સંભવત: અમે અનુભવેલ કેટલાક સો વર્ષેામાં સૌથી ગરમ દિવસ જોશે.




માનવ સર્જિત કે કુદરતી કારણોસર પૃથ્વીની આબોહવામાં થઇ રહેલા પરિવર્તનો જેવાકે સરેરાશ તાપમાનમાં વધારો, વરસાદની માત્રામાં ફેરફારો, વાવાઝોડાની ઘટનાઓમાં વધારો, વગેરે ને આબોહવા પરિવર્તન કે વૈશ્વિક ઉષ્ણતા કહેવામાં આવે છે. સમયાંતરે કુદરતી કારણોસર આબોહવામાં પરિવર્તન થતા રહે છે પરંતુ છેલ્લા સો  વર્ષેામાં થયેલા પરિવર્તનો માટે મુખ્યત્વે માનવ નિર્મિત કારણોજ જવાબદાર છે.ધરતીપર તાપમાનનો વધારો વૈશ્વિક સરેરાશ તાપમાન વધારા કરતાં લગભગ બમણું છે જેથી રણના વિસ્તારમાં વધારો થઇ રહો છે તેમજ ગરમીના મોજાઓની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. દાવાનળો (જંગલની આગ)ની ઘટનામાં વધારા માટે પણ હવામાનનું તાપમાન વધારો જવાબદાર છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application