લીલાપર રોડ પર ઓરડીમાંથી રૂ .1.26 લાખનો ઇંગ્લીશ દારૂ નો જથ્થો મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

  • March 24, 2023 08:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલાપર રોડ ઉપર પાંજરાપોળ સામેના વાડાની ઓરડીમાંથી ઇગ્લીશ દારૂનીબોટલો નંગ- 240 કિ.રૂ.1,26,300/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.


 મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલકે, જગદિશભાઇ સામતભાઇ સાવધારારબારી રહે. લીલાપરરોડ, ન્યુ પ્રાપત સોસાયટી, મોરબી વાળાએ તેના રહેણાંક નજીક આવેલતેના કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવારાખેલ છે.

 તેવી ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -240 કિં રૂ. 1,26,300/-નો મુદામાલ મળી આવતામોરબી સિટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application