પૂર્વ એડલ્ટ ફિલ્મ સ્ટાર મિયા ખલીફાનો ફોટો માતા રાનીના ધાર્મિક તહેવાર માટે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પર ચોંટાડવામાં આવ્યો હતો. આ મામલો તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાનો છે. આ હોર્ડિંગ દેવી પાર્વતીના 'આદી' ઉત્સવ માટે મૂકવામાં આવ્યું હતું. આ તહેવાર આ વિસ્તારમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હોર્ડિંગ ઘણા દિવસો સુધી આ રીતે જ રહ્યું. પરંતુ જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી.
એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ફિલ્મ સ્ટાર મિયા ખલીફાની તસવીર તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં એક ધાર્મિક તહેવાર માટે મૂકવામાં આવેલા હોર્ડિંગમાં જોવા મળી હતી. આ હોર્ડિંગ 'આદી' તહેવાર માટે મૂકવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના મંદિરોમાં દેવી અમ્માન (પાર્વતી)ની પૂજા કરવામાં આવે છે. ઉત્સવનું આયોજન દરેક ગામમાં ભવ્ય રીતે કરવામાં આવે છે, જેમાં હજારો લોકો ભાગ લે છે અને તે ઘણા દિવસો સુધી ચાલે છે.
આદિ ઉત્સવ તમિલનાડુમાં એક ભવ્ય ધાર્મિક ઉત્સવ છે. આ હોર્ડિંગ્સ કુરુવિમલાઈના નાગથમ્મન અને સેલિયમ્માન મંદિરોમાં લગાવવામાં આવ્યા છે. આમાંથી એક હોર્ડિંગ ત્યારે વાયરલ થયું જ્યારે દેવી-દેવતાઓની તસવીરો સાથે મિયા ખલીફાની તસવીર જોવા મળી. હોર્ડિંગમાં જોઈ શકાય છે કે, મિયા ખલીફાની તસવીર એડિટ કરીને હોર્ડિંગમાં મૂકવામાં આવી છે. તસ્વિરમાં, ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર તેના માથા પર દૂધનું વાસણ ધરાવે છે. તેને સ્થાનિક ભાષામાં પાલ કુદમ કહે છે. તે તહેવારમાં પરંપરાગત પ્રસાદનો એક ભાગ છે. હોર્ડિંગની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેને હટાવ્યો હતો. હાલ આ વિસ્તારમાં શાંતિ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech