હિન્ડનબર્ગ–અદાણી મામલામાં તપાસ માટે ૬ સભ્યોની સમિતિ રચાઈ

  • March 02, 2023 07:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે કરી જાહેરાત: પૂર્વ જસ્ટિશ એ.એમ. સપ્રે રહેશે સમિતિના સભ્ય: અન્ય સભ્યોમાં ઓ.પી. ભટ્ટ, નંદન નિલેકણી, કે.પી. દેવદત્ત, કે.વી. કામત અને સોમશેખરનો સમાવેશ: બે માસમાં રિપોર્ટ આપશે




હિન્ડન બર્ગના અહેવાલ પછી અદાણી ગ્રુપના શેરોમાં આવેલા ભૂકપં અને રોકાણકારોને થયેલા નુકસાન સંદર્ભે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે આજે ૬ સભ્યોની કમિટીની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટે આ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે પૂર્વ જસ્ટિશ એ.એમ. સપ્રેને જવાબદારી સોંપી છે. સુપ્રીમ કોર્ટે આ કમિટીને આ સમગ્ર મામલામાં તપાસ કરવા માટે બે માસનો સમય આપ્યો છે. સાથોસાથ સેબીને પણ તમામ ધ્ષ્ટ્રિકોણથી તપાસ કરવા માટે આદેશ આપ્યો છે.





સુપ્રીમ કોર્ટે જે ૬ સભ્યોની સમિતિની રચના કરી છે તેમાં પૂર્વ જસ્ટિશ એ.એમ. સપ્રે ઉપરાંત ઓ.પી. ભટ્ટ, ઈન્ફોસિસના પૂર્વ સભ્ય નંદન નિલેકણી, કે.પી.દેવદત્ત, કે.વી. કામત અને સોમ શેખર સુંદરસેનનો સમાવેશ થાય છે.



યારે હિન્ડન બર્ગ અદાણી વિવાદમાં તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી ત્યારે કેન્દ્ર સરકારે આ માટે તૈયારી દર્શાવી હતી અને બધં કવરમાં કમિટીના સભ્યોના નામ સુપ્રીમ કોર્ટને આપ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે આ રીતે બધં કવર સ્વીકારવાનો ઈનકાર કર્યેા હતો અને કહ્યું હતું કે, બધં કવર સ્વીકારવાથી પારદર્શકતા નહીં જળવાય. હવે અદાલત પોતે સભ્યોના નામની પસદં કરી તેની જાહેરાત કરશે.
આ પછી આજે સુપ્રીમ કોર્ટે ૬ સભ્યોના નામની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટે એ.એમ. સપ્રેના નેતૃત્વ હેઠળની કમિટીને બે મહિનામાં તપાસ કરીને તેનો અહેવાલ સેબીને સુપરત કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને પણ આ સમગ્ર પ્રકરણમાં રોકાણકારોને કેટલું નુકસાન કયું છે, એટલું જ નહીં તેમના હિતોની સુરક્ષાની તપાસ કરવા પણ જણાવ્યું છે.




અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્ડન બર્ગનો રિપોર્ટ આવ્યા પછી અદાણીનું આર્થિક સામ્રાય ભાંગી પડયું છે. એક તબકકે વિશ્ર્વના ત્રીજા નંબરના અમિર ગણાતા ગૌતમ અદાણીની નેટવર્થમાં ૧૨ લાખ કરોડ રૂપિયાથી વધુનો કડાકો ઉડી ગયો છે અને વૈશ્ર્વિક શ્રીમંતોની યાદીમાં તેઓ ૩૩માં નંબરે પહોંચી ગયા છે. છેલ્લા એકાદ મહિનાથી અદાણીના મોટાભાગના શેરોમાં ઉંધી સકિર્ટ આવે છે અને રોકાણકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડયું છે. હિન્ડન બર્ગ અને અદાણીના વિવાદમાં લોકસભામાં અને રાયસભામાં પણ ભારે હોબાળો મચ્યો હતો અને સરકાર ઉપર અદાણીને રક્ષણ આપતા હોવાનો આરોપ મુકાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application