રાષ્ટ્રીય સ્તરની ઑફશોર સુરક્ષા સંકલન સમિતિ (OSCC)ની બેઠક યોજાશે

  • August 31, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક DG રાકેશ પાલ, PTM, TM અને તટરક્ષિકાના પ્રમુખ દીપા પાલ 30 ઑગસ્ટ 2023ના રોજ પ્રથમ વખત ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમી પ્રદેશની મુલાકાતે આવ્યા છે. તેઓ ચાર દિવસની મુલાકાતે આવ્યા છે. વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ગણાતા આ પ્રદેશની મુલાકાતના ભાગ રૂપે, મહાનિદેશક ICG ઑપરેશન્સ અને દેશના સમુદ્રી હિતોનું રક્ષણ કરવાની દિશામાં ભવિષ્યના વિકાસ માટેના પ્રયાસોની માહિતી મેળવવા માટે રાજ્યના વરિષ્ઠ મહાનુભાવો સાથે મુલાકાત કરશે. 

આ મુલાકાતના ભાગ રૂપે, મહાનિદેશક ગાંધીનગર ખાતે ICG પ્રાદેશિક હેડક્વાર્ટરની મુલાકાત લેશે તેમજ પોરબંદર અને ઓખા ખાતે જિલ્લા હેડક્વાર્ટરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ઑપરેશન્સ સંબંધિત સજ્જતાની સમીક્ષા કરશે અને ICGના કર્મીઓ સાથે સંવાદ કરશે. ગુજરાતના મહત્વપૂર્ણ પ્રદેશમાં અગ્ર મોરચાના સ્થળોએ આવેલા યુનિટ માટે મુખ્ય કેન્દ્ર એવા આ સ્ટેશનોની ફ્લેગ ઓફિસરની મુલાકાત દરમિયાન ઉત્તર પશ્ચિમી પ્રદેશના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM તેમની સાથે રહેશે.
​​​​​​​

અમદાવાદમાં 01 સપ્ટેમ્બર 2023ના રોજ DGICGની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્તરની ઑફશોર સુરક્ષા સંકલન સમિતિ (OSCC)ની બેઠક યોજાશે, જે સમુદ્રમાં તેમજ ઑફ-શોર અસ્કયામતોમાં સલામતી સુનિશ્ચિત કરવા અને તેલના ભંડારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પરિબળો પર ધ્યાન આપતી સર્વોચ્ચ સંસ્થા છે. DGICGને OSCCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં વિવિધ હિતધારકોના ઉચ્ચ સ્તરીય અગ્રણીઓ ભાગ લેશે.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application