અણગમતા કોલથી મળશે છૂટકારો, રિંગ વાગતા જ માર્કેટિંગ કોલ ઓળખાઈ જશે

  • May 31, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોબાઈલ પર આવતા માર્કેટિંગ કોલ્સ હવે સરળતાથી ઓળખી શકાશે. હાલમાં ટેલીમાર્કેટિંગ કંપનીઓ પ્રમોશનલસર્વિસ ટ્રાન્ઝેકશન કોલ્સ માટે ૧૪ શ્રેણીનો ઉપયોગ કરી રહી છે. પરંતુ છેતરપિંડી કરનારાઓ પણ આ શ્રેણીનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ઘણી વખત મહત્વપૂર્ણ સર્વિસ કોલ મિસ થઈ જાય છે.આથી સરકારે ખાસ વ્યવસ્થા બનાવી છે અને યુઝર હવે કયો ફોન આવી રહ્યો છે તે નંબર પરથી જ જાણી શકશે.
હવે મોબાઈલ પર સર્વિસ અને ટ્રાન્ઝેકશનલ કોલને ઓળખવાનું સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનએ આવા કોલ્સ માટે એક નવી નંબર સીરિઝ લાવ્યું છે જે ૧૬૦ થી શ થાય છે અને મહત્વપૂર્ણ સેવા કોલ્સને ઓળખવામાં કોઈ સમસ્યા ઊભી થશે નહીં. હાલમાં ટેલીમાર્કેટિંગ કંપનીઓ પ્રમોશનલસર્વિસ ટ્રાન્ઝેકશન કોલ્સ માટે ૧૪ શ્રેણીનો ઉપયોગ કરી રહી છે.૦ અંકોની આ શ્રેણીનો ઉપયોગ છેતરપિંડી કરનારાઓ દ્રારા પણ કરવામાં આવી રહ્યો છે જેના કારણે મહત્વપૂર્ણ સેવા કોલ્સ મિસ થઈ જાય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે અલગ–અલગ નંબરવાળી શ્રેણીની જર હતી. ઉદાહરણ તરીકે, આરબીઆઈ, સેબી, આઈઆરડીએ,પીએફઆરડીએજેવી નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા કોલ હવે ૧૬૦ નંબરથી શ થશે. આ સિવાય જો કોઈ પણ પ્રકારની છેતરપિંડીની આશંકા હોય તો ગ્રાહકો સંચાર સાથીના ચક્ષુ પોર્ટલ પર પણ તેની જાણ કરી શકે છે.સર્વિસ કોલ્સ વાસ્તવમાં તે કોલ્સ છે, જેનો ઉદ્દેશ્ય વ્યકિતને તેના વતી કરવામાં આવેલા કોઈપણ નાણાકીય વ્યવહાર વિશે માહિતી આપવાનો છે, આ પ્રોડકટ રિકોલ માહિતી, સલામતી અને સુરક્ષા માહિતી સાથે સંબંધિત છે. ટ્રાન્ઝેકશનલ કોલ્સ એવા કોલ્સ છે જે પ્રમોશનલ નથી અને સમયમર્યાદામાં ગ્રાહક અથવા ખાતાધારકને માહિતી પૂરી પાડવાનો હેતુ છે. પ્રમોશનલ કોલ્સ એ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ છે જેમાં કોલ કરતી કંપનીઓ ગ્રાહકો પાસેથી પરવાનગી લેતી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application