આમતો દેશભરના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાનગીઓ પ્રખ્યાત છે પણ કેટલીક ડીશ એવી છે કે જે દેશના કોઈપણ ખૂણે પસંદ કરવામાં આવે છે. તેવી જ એક વાનગી મંચુરિયનને લઈને આ દિવસોમાં ગોવામાં હોબાળો ચાલી રહ્યો છે. આ હોબાળો એટલો મોટો છે કે ગોવાના માપુસામાં ગોબી મંચુરિયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે હવે ગોવાના માપુસામાં ક્યાંય મંચુરિયન નહી મળે.
ગોવાના માપુસાના કાઉન્સિલર તારક અરોલકરે ગયા મહિને બોડેશ્વર મંદિરની જાત્રા દરમિયાન સૂચન કર્યું હતું કે ગોબી મંચુરિયન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કાઉન્સિલના બાકીના સભ્યો તરત જ આ માટે સંમત થયા, ત્યારબાદ આ વાનગી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. જોકે, આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા વર્ષ 2022માં પણ ગોબી મંચુરિયન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ગોબી મંચુરિયન પર પ્રતિબંધ મૂકવા પાછળનું સૌથી મોટું કારણ તેમાં વપરાયેલ સિન્થેટિક કલર છે. ગોબી મંચુરિયન બનાવવા માટે ઘણા બધા સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિન્થેટિક કલર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
આ ઉપરાંત ગોબી મંચુરિયન બનાવતી વખતે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. ઘણી વખત, ફેરિયાઓ મંચુરિયન બનાવવા માટે બગડેલી કોબીનો ઉપયોગ પણ કરતા હતા. તેની સાથે આપવામાં આવતી ચટણી પણ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી ન હતી. અહેવાલ મુજબ, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને થોડા દિવસો પહેલા ગોબી મંચુરિયનની કેટલીક દુકાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ગંદી રીતે મંચુરિયન બનાવવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ જ દરોડામાં જાણવા મળ્યું હતું કે ગોબી મંચુરિયન બનાવવા માટે વપરાતી ચટણી બનાવવા માટે વોશિંગ પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech