રૈયાનો શખસ રૂા.૨.૪૦ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો: સપ્લાયર મીરની શોધ

  • April 20, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના રૈયા ગામમાં રહેતા શખસને એસઓજીની ટીમે .૨.૪૦ લાખની કિંમતના ૨૪.૦૧ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની પુછતાછ કરતા તે ખુલ નસેડી હોય બાદમાં પેડલર બની ગયો હતો.આ ડ્રગ્સ તે મીર નામના શખસ પાસેથી લાવ્યો હોય અને તેની પડીકી બનાવી બંધાણીઓને સપ્લાય કરે તે પૂર્વે પોલીસની ઝપટે ચડી ગયો હોવાનું રટણ કયુ હતું.પોલીસે મીર નામના આ સપ્લાયરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,એડિશનલ સીપી વિધિ ચૌધરીની સૂચના અને ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે માદક પદાર્થેાનુ વેચાણ અટકાવવા માટે શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત એસઓજી પીઆઇ જે.એસ.કૈલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે રૈયા ગામમાં શેરી નં.૩ ખુણા પાસે સ્મશાન નજીક રહેતા ભાવેશ પ્રવિણભાઇ રાઠોડ(ઉ.વ ૨૭) ને ૨૪.૦૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિ. ૨,૪૦,૧૦૦ સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી એમ.ડી ડ્રગ્સ અને મોબાઇલ સહિત કુલ .૨,૪૩,૧૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી પોતે નશાનો બંધાણી હોય પ્રથમ પીવા માટે ડ્રગ્સ લાવ્યા બાદ ખર્ચેા કાઢવા માટે પેડલર બની ગયો હતો.આરોપી રૈયાધાર આસપાસના વિસ્તારોમાં માદક પદાર્થની સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે.આરોપીએ એવું રટણ કયુ હતું કે તે આ એમ.ડી ડ્રગ્સ મીર નામના શખસ પાસેથી લાવ્યો હતો. બાદમાં તેની પડકી બનાવી બંધાણીને આપે તે પૂર્વે પોલીસની ઝપટે ચડી ગયો હતો.પોલીસે હાલ આરોપી સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ડ્રગ્સની સપ્લાય કરનાર મીર નામના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં એસઓજીના પીએસઆઇ ડી.પી.ગોહેલ,એએસઆઇ ધર્મેશભાઇ ખેર,હેડ કોન્સ.ફિરોજભાઇ રાઠોડ,અણભાઇ બાંભણીયા, કોન્સ.હાર્દિકસિંહ પરમાર,મહિલા કોન્સ. નાઝનીન સોલંકી કૃષ્ણસિંહ જાડેજા સાથે રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application