ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનની ધરપકડ બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર આક્રમક બન્યા છે. ગતરોજ અને આજે તેમણે દેશની કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા કર્યા છે, એ દરમિયાન આજે તેમણે કહ્યું કે, 'ચૂંટણી જીતવા માટે તેઓ દરેકને જેલમાં ધકેલી રહ્યા છે. અમે બધા ચોર છીએ અને તમે બધા સંત છો એમ ? આ દરમિયાન મમતા બેનર્જીએ પોતાની આગવી શૈલીમાં આગળ કહ્યું કે, જો મને જેલમાં નાખવામાં આવશે તો હું તો બાકોરું પાડીને બહાર આવીશ. આજે તમારી પાસે ક્ષમતા છે તો તમે એજન્સી લઈને ફરો છો, કાલે નહી હોય તો સૂટ પણ ગાયબ થઈ જશે.
મમતા બેનર્જીએ વધુમાં સાંસદ મહુઆ મોઇત્રાને સંસદમાંથી હાંકી કાઢવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, 'મહુઆને હાંકી કાઢવામાં આવી છે, પરંતુ હું જાણું છું કે જનતા તેને જીતાડવા માટે વોટ આપશે.' મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક સાથે રાજ્યના લોકોને કહ્યું કે તેઓ બંગાળમાં NRC થવા દેશે નહીં. તેમણે કહ્યું, 'ભાજપ ચૂંટણી પહેલા NRC કરવા જઈ રહી છે. શું મહુઆ આ સ્થળની નાગરિક નથી? જો તમે મત આપો છો, તો તમે નાગરિક છો. તેમણે કહ્યું, 'BSFનો અત્યાચાર વધી રહ્યો છે. આ સાથે તેણે પ્રશ્નાર્થ સ્વરમાં કહ્યું કે BSF શા માટે ઇનલાઇન પરમિટ આપશે. હું DM લોકોને કહીશ કે તેઓ ઇનલાઇન પરમિટ આપે.
જનતા તરફ ઈશારો કરતા ટીએમસી ચીફે કહ્યું, 'જો તમે લોકો અમને સમર્થન આપો તો હું વચન આપું છું કે ચૂંટણી જીત્યા પછી અમે દિલ્હીમાં દખલ કરીશું. ચૂંટણી પછી પ્રાદેશિક પક્ષો સાથે મળીને કેવી રીતે અને શું કરશે તે નક્કી કરવામાં આવશે. દરમિયાન, મમતા બેનર્જીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંગાળમાં ટીએમસી એકલા હાથે લડશે. કારણ કે અમે ગઠબંધન ઈચ્છતા હતા, પરંતુ કોંગ્રેસ સીપીએમ સાથે છે. હું CPM સાથે ન જઈ શકું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech